
લખનૌમાં એક કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો નેતાઓએ તેમના અડધા વચનો પણ પૂરા કર્યા હોત તો દેશમાં વિશ્વસનીયતાનું સંકટ ના હોત. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે (12 જાન્યુઆરી) લખનૌમાં મહારાજા હરિશ્ચંદ્ર જયંતિના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કોમન સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું, અમારી સરકારે કલમ 370 અંગે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે, નાગરિકતા કાયદાની વાત કરી હતી તે પણ પૂરી કરી છે અને હવે કોમન સિવિલ કોડ (UCC) પર કામ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે હું વચનો આપતો નથી કારણ કે ભારતીય રાજકારણમાં રાજકારણીઓએ ઘણા વચનો આપ્યા છે, પરંતુ જો તેમાંથી અડધા પૂરા થયા હોત તો દેશમાં વિશ્વસનીયતાનું સંકટ ના હોત. પ્રધાનમંત્રી મોદીએ 2019માં મારી પાસેથી જ ઘોષણાપત્ર માટે કહ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે લોકો જે વાત ઘોષણાપત્રમાં કહીએ છીએ તેને ભલે ગમે તે થાય આપણે પૂર્ણ કરવાની કાળજી લેવી જોઈએ.
महाराजा हरिश्चंद्र जयंती के अवसर लखनऊ में आयोजित कार्यक्रम में सम्बोधन।
— Rajnath Singh (@rajnathsingh) January 12, 2023
https://t.co/5DJ5IRpANp
રાજનાથ સિંહે કહ્યું કે સ્વામી વિવેકાનંદ ભારતના પ્રથમ ગ્લોબલ યૂથ આઇકોન છે. કેટલીક શક્તિઓ લોકોમાં વિમુખતાની ભાવના પેદા કરી રહી છે. આપણે એ સંસ્કૃતિમાં માનનારા લોકો છીએ, જે કાળા સાપને પણ દૂધ પીવડાવે છે. આપણા સાંસ્કૃતિક વારસા પર આપણને ગર્વ હોવો જોઈએ, જેમ વૃક્ષ મૂળ વિના વિશાળ બની શકતું નથી, તેવી જ રીતે સંસ્કૃતિને સમજ્યા વિના કોઈ પણ સંસ્કૃતિ મહાન બની શકતી નથી.
તેમણે કહ્યું કે ભારતના વિકાસમાં સમાજના તમામ વર્ગોની ભાગીદારી જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક સ્વાભિમાની, સક્ષમ અને સમૃદ્ધ દેશ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. રક્ષા મંત્રીએ કહ્યું કે આપણા બધા માટે આનંદની વાત છે કે હવે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. તે મંદિર માત્ર ભગવાન શ્રી રામનું મંદિર જ નહીં, પણ 'રામ રાજ્ય'ના વિચારનું વૈશ્વિક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp