26th January selfie contest

UPમાં મસ્જિદના નવીનીકરણનો વિરોધ, પોલીસ સામે જ VHP-બજરંગ દળે સામાન ફેંક્યો

PC: etvbharat.com

ઝારખંડના પલામુમાં બે સમુદાયો વચ્ચે હિંસા બાદ હવે ઉત્તર પ્રદેશના બાંદામાં તણાવના સમાચાર છે. મસ્જિદના રિનોવેશન દરમિયાન VHP અને બજરંગ દળ વચ્ચેના હોબાળાને કારણે તણાવ વધી ગયો છે. VHP અને બજરંગ દળે બાંધકામનો વિરોધ કર્યો હતો. હંગામો એટલો વધી ગયો હતો કે બાંધકામમાં લાગેલો સમાન અને તેની વસ્તુઓ રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.

વાસ્તવમાં બાંદામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. શહેરમાં એક મસ્જિદમાં ચાલી રહેલા બાંધકામ અંગે ઉગ્ર વિરોધ કર્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસની હાજરીમાં બાંધકામની વસ્તુઓ અને સમાન રસ્તાઓ પર ફેંકવામાં આવ્યો અને ભારે હોબાળો મચી ગયો.

સામાન ફેંકવાનો અને હંગામો કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે. ગુરુવારે મસ્જિદ પક્ષના લોકોએ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા પ્રમુખે કહ્યું કે, વહીવટીતંત્રના આદેશની અવગણના કરીને મસ્જિદમાં વધારાના રૂમનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું, તેથી અમે અહીં આવ્યા છીએ.

બીજી તરફ, પોલીસ અધિક્ષકે વાયરલ વિડીયોની નોંધ લેતા સ્ટેશન ઈન્ચાર્જને ગુનો નોંધવાનું કહીને આગળની કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ મામલો કોતવાલી શહેરના બાલખંડી નાકા વિસ્તારમાં આવેલી મસ્જિદ સાથે સંબંધિત છે, જ્યાં પોલીસની હાજરીમાં VHP અને બજરંગ દળના કાર્યકરોએ રસ્તા પર વાહનો ઉભા કરીને હંગામો મચાવ્યો હતો. પોલીસની હાજરીમાં મસ્જિદમાં તોડફોડ કરી.

મસ્જિદની દેખરેખ રાખનાર ઝહીરુદ્દીને કહ્યું, 'અમે વહીવટીતંત્રના આદેશ પછી જ કામ કરાવી રહ્યા હતા, 30 થી 40 લોકો આવ્યા, લાંબા સમય સુધી રસ્તો બ્લોક કર્યો, બાંધકામમાં ઉપયોગી સામગ્રી, ડ્રમ, મશીનમાં તોડફોડ કરી. પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. હજુ સુધી કોઈ પગલાં લીધાં છે, અમે કડક પગલાંની માંગ કરીએ છીએ.

બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ચંદ્ર મોહન બેદીએ જણાવ્યું હતું કે, SDM બાંદા દ્વારા 12 ડિસેમ્બર 2022ના રોજ મસ્જિદના નવીનીકરણની મંજૂરી આપવામાં આવી હતી, તેઓએ રિનોવેશન કર્યું છે પરંતુ એક રૂમ, બીજો રૂમ વિભાગ, એમ તેમનું બાંધકામ ચાલુ જ રહ્યું છે, તેથી અમે મસ્જિદનું નવીનીકરણનો આદેશ આપનારા વહીવટી પ્રશાસનને બોલાવીને બતાવવા માંગીએ છીએ કે, તમે જુઓ છો કે, કેવી રીતે તમારા ઓર્ડરનો અહીં અનાદર કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp