Video: કુરબાની માટે સોસાયટીમાં બકરા લવાતા બબાલ, લોકોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ

PC: twitter.com

મુંબઈની હાઈરાઇઝ સોસાયટીની અંદર કુર્બાની માટે લાવવામાં આવેલા બકરાઓને લઇને મોડી રાત્રે હંગામો થયો છે. આ સોસાયટીમાં મોહસિન ખાન નામનો એક વ્યક્તિ બે બકરા લઇને આવ્યો હતો. સોસાયટીનો નિયમ છે કે, કોઇપણ વ્યક્તિ બકરા સોસાયટીમાં નહીં લાવી શકે. જ્યારે સોસાયટીમાં રહેતા લોકોને આ બકરાઓની જાણકારી મળી ત્યારે તમામ નીચે ઉતરી આવ્યા અને હંગામો કરવા માંડ્યા. સોસાયટીના લોકોએ વિરોધમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા.

ઘટના મુંબઈના મીરા ભયંદર વિસ્તારની જેપી ઇન્ફ્રા સોસાયટીની છે. અહીં રહેતા લોકોનું કહેવુ છે કે, નિયમોનું ઉલ્લંઘન કરી મોહસિન ખાન બકરાને સોસાયટીની અંદર લઇને આવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસને ફરિયાદ કરી. મોહસિનને બકરાઓને બકરા લઇને જવા માટે કહેવામાં આવ્યું પરંતુ, તે ના માન્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ મોહસિનને ઘણીવાર સુધી સમજાવ્યો.

મોહસિન મંગળવારે વહેલી સવારે ત્રણ વાગ્યે તે સમયે સોસાયટીમાં બકરા લઇને આવ્યો જ્યારે તમામ લોકો સૂઈ રહ્યા હતા. તે લિફ્ટમાં બકરાઓને લાવ્યો હતો જેનો વીડિયો પણ સામે આવ્યો છે. મોહસિનની પત્ની પોતાના સહાયક દ્વારા બકરાઓને લિફ્ટમાંથી રૂમમાં લઇ જઈ રહી હતી. સાંજે સોસાયટીના લોકોને તેની જાણકારી મળી તો તેમણે વિરોધ કર્યો. જોતજોતામાં બંને પક્ષો તરફથી સેંકડોની ભીડ જમા થઈ ગઈએ. મુસ્લિમ પક્ષના લોકોએ પોતાની તરફથી કેટલાક લોકોને બોલાવ્યા તો હિંદુ પક્ષે પણ બજરંગ દળના લોકોને બોલાવ્યા. ત્યારબાદ આખી રાત હંગામો ચાલતો રહ્યો.

આખરે, જ્યારે પોલીસ આવી તો મોહસિને માનવુ પડ્યું અને આજે સવારે 4 વાગ્યે તે બકરાઓને સોસાયટીમાંથી બહાર લઇ ગયો. આ સમગ્ર ઘટના બાદ પોલીસે કહ્યું છે કે, સોસાયટીની અંદર સ્લટરિંગ નહીં થવા દેવામાં આવશે, તેના માટે જગ્યા નક્કી છે ત્યાં જ કુર્બાની થશે.

બકરા લાવનારા મોહસિનના જણાવ્યા અનુસાર, આ સોસાયટીમાં 200-250 મુસ્લિમ પરિવાર રહે છે. તેણે જણાવ્યું, દર વર્ષે બિલ્ડર અમને બકરા રાખવા માટે જગ્યા આપતા હતા પરંતુ, આ વખતે બિલ્ડરનું કહેવુ હતું કે અમારી પાસે જગ્યા નથી તેના માટે પોતાની સોસાયટી સાથે વાત કરો. મોહસિને જણાવ્યું કે, તેણે સોસાયટી પાસે પણ બકરા રાખવા માટે જગ્યા માંગી હતી પરંતુ, સોસાયટી તરફથી કોઈ જગ્યા આપવામા ના આવી આથી, તે બે બકરા પોતાના ઘરે લઇ આવ્યો. જોકે, મોહસિનનું કહેવુ છે કે અમે લોકો કુર્બાની ક્યારેય પણ સોસાયટીમાં નથી કરતા. હંમેશાં કત્લ ખાનામાં અથવા તો પછી બકરાની દુકાન પર કરાવીએ છીએ. પરંતુ, બકરા લાવવા અંગે જેવી સોસાયટીના બાકી લોકોને જાણકારી મળી તો તે લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ.

મોહસિન ખાનની પત્ની યાસ્મીન ખાને સોસાયટીમાં રહેતા 11 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. યાસ્મીને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, જ્યારે સોસાયટીના ગેટ પર વિવાદ શરૂ થયો ત્યારે સોસાયટીમાં રહેતા 11 લોકોએ તેની સાથે ગેરવર્તણૂંક કરી અને અપશબ્દો કહ્યા. જ્યારે તે પોતાના પતિને ભીડથી બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે એક વ્યક્તિએ તેને ધક્કો માર્યો અને કપડાં ફાડી નાંખ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp