મોટા અવાજે DJ વગાડવાનો વિરોધ કરતા બદમાશોએ મેજરની કારને આગ ચાંપી દીધી

PC: livehindustan.com

ઉત્તર પ્રદેશના લખનૌના પોશ વિસ્તારોમાંથી એક ગોમતી નગરમાં એક મોટી ઘટના બની છે. અહીંના વિશાલ બ્લોકમાં રહેતા મેજર અભિજીત સિંહના ઘર પર બદમાશોએ હુમલો કર્યો અને તેમની કારને સળગાવી દીધી. મેજર અભિજીત સિંહને રહેણાંક વિસ્તારમાં DJ વગાડતા અટકાવવા બદલ તેમને ધમકાવવામાં આવ્યા હતા. આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, હોટેલ મિલાનો એન્ડ કેફેમાં ખુબ જોરથી DJ વાગી રહ્યું હતું. હોટલમાં DJ વગાડવાનો વિરોધ કરવા પર બદમાશોએ મેજર અભિજીત સિંહના ઘર પર હુમલો કર્યો અને તેમની કારને આગ ચાંપી દીધી. આ મામલામાં પોલીસે FIR નોંધી છે અને આરોપીઓની શોધ ચાલી રહી છે. CCTVની તપાસ કરવામાં આવી રહી છે.

 

લખનૌના વિશાલ બ્લોકમાં DJ રોકવા માટે મેજર અભિજીત સિંહની કારને આગ લગાડવાના મામલામાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે પરિવારે હોટેલ મિલાનોમાં પાર્ટી કરી રહેલા લોકોને DJ બંધ કરવા વિનંતી કરી તો લોકોએ પહેલા તેમને ધમકાવ્યા અને પછી થોડી વાર પછી ઘરની બહાર પાર્ક કરેલી કારને આગ ચાંપી દીધી. વીડિયો જુઓ

આ મામલામાં લખનૌ પોલીસનું કહેવું છે કે, અમે રેસ્ટોરન્ટના માલિક અને મેનેજર સહિત 4-5 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે, જ્યારે આ ઘટના બની ત્યારે મેજર અભિજીત સિંહ તેમના પરિવાર સાથે ઘરની અંદર હાજર હતા. આરોપીઓની ધરપકડ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે, અમે ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લઈશું.

ગોમતીનગરના ઈન્સ્પેક્ટર દિનેશ ચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે, વિશાલ બ્લોકના રહેવાસી મેજર અભિજીત સિંહના ઘર પાસે મિલાનો કેફે છે. રવિવારે રાત્રે કેફેમાં જન્મદિવસની પાર્ટી હતી. મોડી રાત સુધી DJ જોરથી વાગતું હતું. અભિજીતે કાફે સંચાલકોને DJ બંધ કરવા કહ્યું. કોઈ સુનાવણી ન થતાં પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓના કહેવાથી કાફે સંચાલકોએ DJ બંધ કરી દીધું હતું. પરંતુ પોલીસ પરત ફરતાં જ ફરીથી DJ ચાલુ થઈ ગયું હતું. જેને લઈને અભિજીતે દલીલ પણ કરી હતી. કંટ્રોલરૂમ પર મેજરના કોલ પર પહોંચેલા પોલીસ કર્મચારીઓએ ફરીથી DJ બંધ કરાવી દીધું હતું. તેમજ કાફે સંચાલકોને ફરિયાદ મળવા પર કાર્યવાહી કરવા ચેતવણી પણ આપી હતી.

મેજરના કહેવા મુજબ, પોલીસ પરત ફર્યા બાદ તે પણ ઘરે આવીને સુઈ ગયા હતા. વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ, પોર્ટિકો નજીકથી આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી. અભિજીત ગેટ ખોલીને બહાર પહોંચ્યો જ્યાં કાર સળગેલી હાલતમાં જોવા મળી હતી. ઈન્સ્પેક્ટર દિનેશ ચંદ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp