દાંતથી 16 ટનની ટ્રક ખેંચી, વીડિયો જોઇને હોંશ ઉડી જશે

PC: twitter.com

ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાંથી એક વ્યક્તિ દાત દ્વારા એક મોટી ટ્રક ખેંચતો નજરે પડી રહ્યો છે. આ વીડિયો મિસ્રનો છે. આ ટ્રકનું વજન 15730 કિલોગ્રામ કહેવાઇ રહ્યું છે. વ્યક્તિએ હજારો કિલોની આ ટ્રકને પોતાના દાતથી ખેંચીને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા એક કેપ્શન લખ્યું છે, 15730 કિલોગ્રામના સૌથી ભારે આ વાહનને અશરફ સુલેમાને પોતાના દાત દ્વારા ખેંચ્યું છે. ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના બ્લોગ અનુસાર, અશરફ મહરૂસ મોહમ્મદ સલેમાને આ રેકોર્ડ મિસ્રના ઇસ્માઇલિયામાં 13મી જૂન, 2021ના રોજ બનાવ્યો છે. સુલેમાને વ્યક્તિગત ઉપલબ્ધિના રૂપે રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર બે દિવસ પહેલા શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી તેને લાખો લોકો જોઇ ચૂક્યા છે. આ વીડિયોને 24 હજારથી વધારે લોકોએ લાઇક કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે, ભાઇ, હું જાણું છું કે, આનો ડેન્ટિસ્ટ કોણ છે. એક અન્ય યુઝરે લખ્યું છે કે, આ સંપૂર્ણ રીતે ગાંડપણ છે. આ વ્યક્તિમાં આટલી તાકાત ક્યાંથી આવી. જ્યારે, ત્રીજા યુઝરે લખ્યું કે, ભાઇ આ દાત છે કે મસલ્સ છે. ચોથા વ્યક્તિએ કહ્યું કે, આ માણસના દાત મારા હાથ કરતા વદારે મજબૂત છે.

પોતાની આ ઉપલબ્ધીને લઇને સુલેમાનનું કહેવું છે કે, તેને પોતાના ટેલેન્ટ વિશે ત્યારે ખબર પડી કે, જ્યારે તે પ્રાઇમરી સ્કૂલમાં હતો. ત્યારે તેણે મઝાક મઝાકમાં બે વખત પોતાના મિત્રનો પગ તોડી નાખ્યો હતો, ત્યાર બાદથી જ તેણે મઝાક કરવાનું છોડી દીધું. તેનું કહેવું એ પણ છે કે, તે દાતથી પ્લેન ખેંચીને વિશ્વનો સૌથી શક્તિશાળી વ્યક્તિ બનીને એક નવો રેકોર્ડ બનાવવાની આશા કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp