26th January selfie contest

સચિન પાયલટે પોતાની જ સરકારને ઘેરી, બોલ્યા-કોઈને અહંકાર ન આવવો જોઈએ

PC: twitter.com/SachinPilot

ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના રાજ્યસભાના સાંસદ કિરોડી લાલ મીણા કથિત રૂપે પોલીસ સાથેના ઘર્ષણમાં ઇજાગ્રસ્ત થયા બાદ વિરોધમાં પ્રદર્શનની જાહેરાત કરી. જ્યારે ભાજપના સાંસદ કિરોડી લાલ મીણા પુલવામાં આતંકી હુમલામાં શહીદોના પરિવારજનોને મળવા લઈ રહ્યા હતા, એ દરમિયાન આ ઘટના થઈ. શુક્રવારે રાત્રે પોલીસે 3 પ્રદર્શનકારી વિધવાઓને જયપુરમાં સચિન પાયલટના આવાસ બહારથી ઉઠાડી હતી અને તેમને પરત તેમના શહેરોમાં મોકલી દીધી હતી.

એ સિવાય તેમના કેટલાક સમર્થકોને જયપુરના બાહ્ય વિસ્તાર બગરૂમાં SEZ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. તો સચિન પાયલટે પોતાની જ સરકાર પર નિશાનો સાધ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ શુક્રવારે ટોંકમાં હતા. તેમણે ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી અશોક ગહલોત પર કટાક્ષ કર્યો છે. સચિન પાયલટે કહ્યું કે, કોઈએ પોતાના અહંકારને રસ્તામાં ન આવવા દેવો જોઈએ. જો કોઇ માગણીઓ છે તો તેને પૂરી કરી શકાય છે. દેશમાં એ સંદેશ ન જવો જોઇએ કે આપણે વીરોની વાત સાંભળવા પણ તૈયાર નથી. પછી તમે સહમત હો કે અસહમત (તેમની માંગણીઓ સાથે) એ પછીની વાત છે.

આ મામલાને સારી રીતે સમાધાન કરી શકાતો હતો. જે પ્રકારે પોલીસે તેમની સાથે વ્યવહાર કર્યો તેને સ્વીકારી નહીં શકાય અને તેની તપાસ થવી જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. રાજ્યસભાના સાંસદ કિરોડી લાલ મીણાએ 3 વિધવાઓનો ઉલ્લેખ કરીને લખ્યું કે, ‘સરકાર ત્રણ બહાદુરોથી એટલી ડરે કેમ છે કે પોલીસ તેમને રાતોરાત ઉઠાવી લઈ ગઈ? ખબર નહીં ક્યાં લઈ ગયા છે. મહિલાઓ માત્ર અશોક ગેહલોટને મળવાની માગ કરી રહી છે. મુખ્યમંત્રી તેમને સાંભળતા એટલા કેમ ગભરાયેલા છે?’

કિરોડી લાલ મીણા વિધવાઓમાંથી એકને મળવા માટે જયપુરના બાહ્ય વિસ્તાર ચોમૂ જઈ રહ્યા હતા. જ્યારે તેમણે દાવો કર્યો કે તેઓ સામોદ બાલાજી મંદિર જઈ રહ્યા હતા, પોલીસે કહ્યું કે, તેઓ મંદિરથી દૂર લગભગ 2 કિલોમીટર દૂર અમરસરમાં એક વિધવાને મળવા જઈ રહ્યા હતા. જો કે, કિરોડી લાલ મીણાને સામોદ પોલીસે રોકી લીધા અને SP (જયપુર ગ્રામીણ) રાજીવ પચરના વાહનની અંદર ધકેલી દીધા. કિરોડી લાલ મીણાએ આરોપ લગાવ્યો કે, પોલીસે તેમની સાથે મારામારી કરી અને તેમના કપડાં ફાટી ગયા.

એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, હું પોતાના સમર્થકો સાથે સામોદ બાલાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો, પરંતુ સામોદ પોલીસ સ્ટેશનની પોલીસે મને રોકી લીધો, ગાળો આપી અને મારી સાથે મારામારી કરી. કેમ વીરો સાથે ઊભા થવું એટલો મોટો ગુનો છે કે ગહલોત સરકાર એક જનપ્રતિનિધિ સાથે એવો વ્યવહાર કરી રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp