વરરાજો ક્લીન શેવમાં ન આવ્યો, પંચાયતે દુલ્હા-દુલ્હન બંનેને સમાજમાંથી કાઢી મુક્યા
રાજસ્થાનના પાલીમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. લગ્નમાં વરરાજા ક્લીન શેવમાં નહોતો આવ્યો અને સાથે તેણે સફેદ કલરનો સાફો પહેર્યો હતો. આ વાતથી નારાજ થઇને પંચાયતે દુલ્હા- દુલ્હન બંનેને સમાજમાંથી બહાર કરી દીધા છે. વરરાજાએ હવે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.
પાલી જિલ્લાના ચચોડીમાં એન્જિનિયર યુવક અમૃત સુથારના 22 એપ્રિલે અમૃતા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. અમૃત સુથાર જ્યારે લગ્ન કરવા આવ્યો હતો ત્યારે તેણે દાઢી રાખી હતી અને સફેદ કલરનો સાફો પહેર્યો હતો. લગ્નના 20 દિવસ પછી અમૃત અને તેની પત્નીને જાણકારી મળી કે લગ્નમાં ક્લીન શેવ કરીને નહીં આવવાને કારણે અને સફેદ સાફો પહેરવાને કારણે પંચે તેમને સમાજમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.
આ પછી યુવક અમૃત સુથારે કોર્ટના દરવાજા ખટટાવ્યા હતા, કારણકે તેને માફી માંગવા માટે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ દુલ્હને પણ પોલીસમાં ન્યાયની માગ કરતી અરજી કરી છે. પોલીસને કરેલી ફરિયાદમાં અમૃતાએ કહ્યું છે કે શ્રી વિશ્વકર્મા વંશ સુથાર સમાજે 19 જૂને રાત્રે પંચાયત બોલાવી હતી અને મૌખિક જાહેરાત કરીને મારા પરિવારને સમાજમાંથી બહાર કરી દેવામાં આવ્યો.
દુલ્હને ફરિયાદમાં કહ્યું છે કે પંચાયત અને સમાજે વરરાજા લગ્નના પોશાકને કારણે મને અને મારા પરિવારનો બહિષ્કાર કરી દીધો છે. આ નિર્ણયને કારણે મારા પિયરનો પરિવાર હવે મને પિયરમાં પ્રવેશ નથી કરવા દેતા, કારણકે સુથાર સમાજે તેમની પર નિયમ મુકી દીધો છે. દુલ્હને કહ્યું કે પંચાયત અને પંચના સભ્યો સામે FIR નોંધવામાં આવે. તો બીજી તરફ સમાજના લોકોનું કહેવું છે કે આવો કોઇ નિર્ણય લેવામા નથી આવ્યો, સમાજને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે.
શ્રીવિશ્વકર્મા વંશ સુથાર સમાજના પ્રમુખ હરિલાલ સુથારે કહ્યું કે, અમૃત સુથારે કરેલી ફરિયાદ ખોટી છે. હું તેને ઓળખતો પણ નહોતો અને તેના લગ્નમાં પણ ગયો નહોતો. દરેક સમાજની જેમ અમારા સમાજમાં પણ કેટલાક રિવાજો અને સંસ્કારો છે, જેનું પાલન કરવું એ સમાજની ફરજ છે. અમૃતલાલે સેવા સંસ્થાનને ખાપ પંચાયતનો દરજ્જો આપીને તેનું અપમાન કર્યું છે
પોલીસે કહ્યું કે ચિચોડીના યુવકે અમને ઓનલાઇન ફરિયાદ કરી છે. જેમાં શ્રીવિશ્વકર્મા વંશ સુથાર સમાજના અધ્યક્ષ હરિલાલ સહિત 30-35 લોકો પરેશાન કરી રહ્યા હોવાની રાવ કરી છે. અમે તેની તપાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp