મુખ મેં રામ બગલ મેં છૂરી, ભજન ગાયક રાત્રે જાગરણ કરતો, દિવસમાં ચોરી કરતો

PC: twitter.com

પંજાબથી પોલીસે એક ભજન ગાયકની ધરપકડ કરી છે. તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. રાત્રે જાગરણ કરીને ભક્તિમાં લીન રહેનારો ભજન ગાયક દિવસમાં લોકોના ઘરમાં ચોરી કરતો હતો. એક CCTV ફુટેજાં આ ભજન ગાયક દેખાઇ ગયો અને તેનો ભાંડો ફુટી ગયો છે.

તે રાત્રે જાગરણ કરતો હતો અને પછી દિવસભર તે જ ઘરમાં ચોરી કરતો હતો. પોલીસે આરોપી ભજન ગાયકની પંજાબથી ધરપકડ કરી છે. આરોપીઓએ રોકડ અને દાગીના સહિત અંદાજે રૂ.20 લાખની માલમત્તાની ચોરી કરી હતી. મામલો હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાનો છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે, પંજાબના અમૃતસરના ભજન ગાયક સંદીપ સિંહ માન હિમાચલ પ્રદેશના હમીરપુર અને ઉના જિલ્લામાં લગભગ 20 લાખ રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, સંદીપ સિંહે હમીરપુર જિલ્લાના બડસર અને નાદૌનમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. જેમાં સંદીપ સિંહ 10 લાખની કિંમતના દાગીના અને રોકડ લઈ ગયા હતો. સંદીપ સિંહે ઉના જિલ્લામાં 10 લાખ રૂપિયાની ચોરી કરી હતી.

પોલીસે જણાવ્યું કે સંદીપ સિંહ લોકોના ઘરે જાગરણ કરાવતો હતો. આ દરમિયાન સંદીપ સિંહે અમીર લોકો પર નજર રાખતો હતો. ત્યાર બાદ તે તેમના ઘરમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો. અમૃતસરના સંદીપ સિંહના ઘણા ભજન આલ્બમ છે, જેમાં સંદીપ સિંહે ગાયન અને અભિનયનું કામ કર્યું છે. આરોપીએ હમીરપુર જિલ્લાના બડસર સબ-ડિવિઝનના ખજ્જિયા ગામમાં ભરબપોરે ચોરીને અંજામ આપ્યો હતો. સંદીપ સિંહ ખજિયાનમાં લાખો રૂપિયાના દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગયો હતો.

એ પછી જેમના ઘરે ચોરી થઇ હતી તે પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. આવી જ રીતે બડસર સબ ડિવિઝનના ચકમોહ ગામમાં પણ ચોરીની ઘટના બની હતી. એ પછી નાદૌન સબ-ડિવિઝનમાં ચોરીની ઘટના સામે આવી છે.

ચોરીની એક પછી એક ઘટનાઓ સામે આવવાને કારણે પોલીસ પણ એલર્ટ થઇ ગઇ હતી. પોલીસ શોધી રહી હતી કે એક પછી એક ચોરીઓ કોણ કરી રહ્યું છે. એમાં સંદિપ સિંહ પોલીસના હાથમાં આવી ગયો. વાત એમ બની હતી કે સંદિપ સિંહે એક ઘરમાં ચોરીને અંજામ આપી રહ્યો હતો ત્યારે તેનો ચહેરો CCTVમાં કેદ થઇ ગયો હતો. ભજન ગાયક સંદિપ સિંહ ઘરેણાં ચોરીને અમૃતસર ભાગી ગયો હતો. સંદિપ સિંહને એમ કે મને કોણ પકડવાનું? પરંતુ ઉના પોલીસે સંદિપને દબોચી લીધો હતો. એ પછી ઉના પોલીસે હમીરપુર જિલ્લાની પોલીસને સોંપી દીધો હતો.

સંદિપ સિંહની બડસર પોલીસ સ્ટેશનમાં ચોરીના મામલે પુછપરછ ચાલી રહી છે. સંદિપ સિંહે કહ્યું કે પંજાબના અનેક પોલીસ સ્ટેશનામાં તેની સામે ચોરીના ગુના નોંધાયેલા છે.

હમીરપુરના ASP અશોક વર્માએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, ભારે મહેનત બાદ ભજન ગાયક સંદિપ સિંહની ધરપકડ શક્ય બની હતી. તેની પાસેથી રોકડ અને ઘરેણાં કબ્જે કરી લેવામાં આવ્યા છે. સંદિપ સિંહે હમીરપુર જિલ્લામાં 10 લાખની ચોરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp