પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના કેબિનેટ મંત્રીનું રાજીનામું

PC: ANI

પંજાબના કેબિનેટ મંત્રી ફૌજા સિંહ સરારીએ શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ફૌજા સિંહ સરારીએ અંગત કારણોનો સંદર્ભ આપતા રાજીનામું આપ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, હું પાર્ટીનો વફાદાર સિપાહી છું અને હંમેશાં રહીશ. સાથે જ ભગવંત માન કેબિનેટમાં મોટા ફેરબદલની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ, આજે સાંજે 4 વાગ્યે પંજાબ રાજભવનમાં સામન્ય આયોજન દરમિયાન કેબિનેટ વિસ્તાર થઇ શકે છે.

આ સમયે પંજાબ કેબિનેટમાં મુખ્યમંત્રી અને 13 મંત્રી છે. કેબિનેટમાં અત્યારે 4 મંત્રીઓની જગ્યા ખાલી છે. કેબિનેટથી નોન-પરફોર્મર મંત્રીઓને બહારનો રસ્તો દેખાડી શકાય છે, જ્યારે નવા ચહેરાઓની એન્ટ્રી થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક મંત્રીઓના વિભાગ બદલી શકાય છે. જાણકારો મુજબ, આજે સાંજે 5 વાગ્યા પહેલા રાજ્યપાલ નિવાસમાં એક પ્રોગ્રામનું આયોજન થવાનું છે. સંભાવના છે કે આ કાર્યક્રમમાં મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે.

તો ફૌજા સિંહ પર પહેલા ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફૌજા સિંહ સરારીનો એક ઓડિયો ટેપ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે, વાયરલ ઓડિયોમાં ફૌજા સિંહ પોતાના નજીકના સાથે ‘બળજબરીપૂર્વક વસૂલીની પ્લાઇન્ગ’ને લઇને વાત કરી રહ્યા હતા. વાયરલ ઓડિયોને કોંગ્રેસ નેતા અને ભોલાથથી ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ પણ શેર કર્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે ઓડિયોમાં મંત્રી ફૌજા સિંહ પોતાના નજીકના તરસેમ લાલ કપૂર સાથે કોન્ટ્રાકટરો અને અધિકારીઓ પાસે બળજબરીપૂર્વક વસૂલીના પ્લાન પર વાત કરી રહ્યા હતા.

જો કે, ફૌજા સિંહ સરારીએ આ આરોપોનું ખંડન કરતા પોલીસમાં લીક વીડિયો વિરુદ્ધ ફરિયાદ નોંધવાઇ હતી. મંત્રીએ ઓડિયો ક્લિપ નકલી હોવાનો કરાર આપતા એક મોટા ષડયંત્રનો હિસ્સો બતાવી હતી. ફૌજા સિંહ સરારી સ્વતંત્રતા સેનાની રક્ષા સેવાઓ, કલ્યાણ ખાદ્ય પ્રસંસ્કરણ અને બાગવાની વિભાગ સંભાળી રહ્યા હતા.

અન્ય એક રિપોર્ટ મુજબ, હરજોત બેંસ અને અનમોલ ગગન માનના વિભાગ મંત્રાલય બદલવાની ચર્ચા પણ થઇ રહી છે. માઇનિંગ અને જેલ વિભાગ મંત્રાલય મીત હેરને સોંપાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલા પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. વિજય સિંગલાને ભગવંત માન કેબિનેટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમના પર વિભાગના ટેન્ડરમાં કમિશન લેવાના આરોપ લાગ્યા હતા. સિંગલાને જેલમાં પણ રહેવું પડ્યું હતું. જો કે, આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp