માન હૉસ્પિટલમાં કેમ થયા દાખલ? નેતા બોલ્યા-હાલત ગંભીર છે, AAPએ જણાવી હકીકત
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હૉસ્પિટલમાં દાખલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇને શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું હતું કે, તેઓ કાલે રાતથી ફોર્ટિસ હૉસ્પિટલના દાખલ છે. હાલત ચિંતાજનક અને ગંભીર છે. મામલો વધારે દારૂ પીવાનો છે એટલે હૉટસ્પિટલે હકીકત બતાવવી જોઇએ. ન્યૂઝ એજન્સી ANI મુજબ શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ ભગવંત માન જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી, પરંતુ તેમણે પોતાના નિવેદનમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇને યોગ્ય જાણકારી ન આપવાની આશંકા પણ વ્યક્ત કરી.
જો કે, આ મુદ્દા પર આમ આદમી પાર્ટીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં પાર્ટીએ મુખ્યમંત્રી હૉસ્પિટલમાં દાખલ થવાનું કારણ બતાવ્યું છે. અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનને કાલે રાત્રે ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, તેમને કેમ દાખલ કરાવવામાં આવ્યા છે? સરકાર તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. તે એક સંવૈધાનિક પદ પર છે આ એક સીમાવર્તી રાજ્ય છે અને તમને જાણકારી આપી રહ્યા નથી. એ સતત થઇ રહ્યું છે, થોડા દિવસ અગાઉ તેમણે દિલ્હીના અપોલો હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
Punjab CM Bhagwant Mann has been admitted to Fortis Hospital for a regular checkup. Details of CM's health condition are being taken through various tests. Doctors say that the Chief Minister is absolutely fine right now and he is not facing any special problem. Doctors have… https://t.co/4fyFTQex9k pic.twitter.com/siFuS0bYxk
— ANI (@ANI) September 26, 2024
અકાલી નેતાએ કહ્યું કે, હાલત ગંભીર અને ચિંતાજનક છે. AAP પાર્ટીએ કહ્યું કે, આ એક રૂટિન ચેકઅપ છે. પરંતુ આ રૂટિન ચેકઅપ નથી કેમ કેમ રૂટિન ચેકઅપમાં 24 કલાક લાગતા નથી. અસલી કારણને દબાવવામાં આવી રહ્યું છે. હું તેઓ સજા થાય તેવી કામના કરું છું, પરંતુ દુર્ભાગ્યથી મામલો વધુ દારૂ પીવાનો છે અને આ કારણે તેમનું લીવર ખરાબ થઇ ગયું છે. એ લીવર સિરોસિસથી પીડિત છે અને ડૉક્ટરે તેમને દારૂ ન પીવા કહ્યું છે. તેઓ 2-3 વખત બેહોશ થઇ ચૂક્યા છે અને હવે તેમને ફોર્ટિસમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
અકાલી નેતાએ માનના સ્વાસ્થ્યને લઇને કહ્યું કે, પંજાબના DGP, મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય મંત્રી અને ફોર્ટિસ હૉસ્પિટલના લોકોએ હકીકત બતાવવી જોઇએ. તમે એજ રસ્તા પર જઇ રહ્યા છો, જે તામિલનાડુમાં થયું, એટલે તેનાથી બચવા માટે બધુ પારદર્શી રાખો. અકાલી દાળના નેતાના નિવેદન અને આખા દિવસે મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇને ઉઠેલા સવાલો વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લઇને આમ આદમી પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીએ કહ્યું કે, નિયમિત તપાસ માટે ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. વિભિન્ન પરીક્ષણોના માધ્યમથી મુખ્યમંત્રીની સ્વાસ્થ્ય સ્થિતનું વિવરણ લેવામાં આવી રહ્યું છે.
પાર્ટીએ ડૉક્ટરોના સંદર્ભે કહ્યું કે, મુખ્યમંત્રી અત્યારે બિલકુલ ઠીક છે અને તેમને કોઇ વિશેષ સમસ્યા થઇ રહી નથી. ડૉક્ટરોને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના ફેફસાઓની એક ધમનીમાં સોજાના લક્ષણ છે, જે હૃદય પર દબાણ બનાવી રહ્યો છે, જેના કારણે રક્તચાપમાં ઉતાર-ચઢાવ થવા લાગે છે. તેમના કેટલાક ટેસ્ટ બાકી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયે પણ મુખ્યમંત્રી ભગવંત માનના સ્વાસ્થ્યને લઇને કહ્યું હતું કે તેઓ હૉસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેમની હાલત સ્થિર છે અને તેઓ રેગ્યુલર ચેકઅપ માટે જ હૉસ્પિટલમાં દાખલ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp