રજિસ્ટર મેરેજ પર સાઈન કરતી વખતે ખબર પડી શૈલેન્દ્ર તો જમીલ છે, વિરોધ પર સાથીઓ..

PC: abplive.com

યુવતી લગ્ન કરવા માટે કોર્ટ પહોંચી તો યુવકે રજિસ્ટર મેરેજમાં પોતાનું અસલી નામ લખ્યું. તેના પર યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી. પીડિતાના વિરોધ પર યુવકે સાથીઓ સાથે મળીને રેપ કર્યો. સાથે જ લગ્ન કરવા અને નામ બદલવાનો દબાવ બનાવ્યો.

કોઈક પ્રકારે પીડિતા આરોપીઓની જાળમાંથી ભાગી નીકળી. બુધવારે તે પિતા સાથે પોલીસ સ્ટેશને પહોંચી અને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના રાયબરેલી મિલ એરિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. બુધવારે માતા-પિતા સાથે પીડિતા SP કાર્યાલય પહોંચી હતી. યુવતીનો આરોપ છે કે તે પોતાના ભાઈને શાળા છોડવા જતી હતી, તો રસ્તામાં એક યુવક તેને મળતો હતો. થોડા દિવસ બાદ યુવકે તેની સામે પ્રેમ વ્યક્ત કર્યો. બંનેમાં વાત થવા લાગી.

યુવકે પોતાનું નામ શૈલેન્દ્ર બતાવ્યું અને યુવતીને સતત મળતો રહ્યો. થોડા દિવસ બાદ તે ગાડીમાં બેસાડીને લઈ ગયો અને લગ્નનો વાયદો કરીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા. યુવતીને લઈને એક દિવસે શૈલેન્દ્ર 2 સાથીઓ સાથે કોર્ટ પહોંચ્યો, જ્યારે કોર્ટ મેરેજ માટે હસ્તાક્ષર કરવાની વાત આવી તો શૈલેન્દ્રએ જમીલ નામથી સહી કરી. જેના પર યુવતીએ વિરોધ કર્યો તો તેણે પોતાના સાથીઓ સાથે તેની પાસે બળજબરીપૂર્વક સહી કરાવી લીધી. ત્યારબાદ તેને એક રૂમમાં લઈ ગયા. જ્યાં ત્રણેયે તેની સાથે બળાત્કાર કર્યો અને તેને લગ્ન કરીને તેનું નામ બદલવાની વાત કહી.

યુવતી કોઈ પ્રકારે તેમની જાળમાંથી નીકળીને પોતાના ઘરે પહોંચી અને પોતાની આપવીતી પોતાની માતાને બતાવી. યુવતીના પિતા બહાર નોકરી કરે છે, જ્યારે તે પાછો આવ્યો તે તો પરિવારજનો સાથે બુધવારે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. CO સદર વંદના સિંહે જણાવ્યું કે, એક ઘટના મિલ એરિયા પોલીસ સ્ટેશન વિસ્તારની આવી છે, જેમાં ધર્મપરિવર્તનની વાત સામે આવી છે. યુવતીએ આરોપ લગાવ્યો કે, એક યુવક પોતાને શૈલેન્દ્ર બતાવીને પ્રેમ કરતો રહ્યો. ત્યારબાદ જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો બળજબરીપૂર્વક સહી કરાવવા લાગ્યા. હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp