મારા નામમાં ગાંધી કેમ નથી એમ પુછીને PMએ મારું અપમાન કર્યું: રાહુલ ગાંધી

PC: twitter.com/RahulGandhi

કોંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્યાક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચનો ઉલ્લેખ કરતા પોતાના અપમાનનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારું અપમાન કર્યું છે. મારા નામમાં ગાંધી કેમ છે, નેહરુ કેમ નથી. એ મારું અપમાન છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને ખૂબ તાકતવાન સમજે છે અને તેમ લાગે છે કે બધા તેમનાથી ડરી જશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં જે કહ્યું હતું, સાચું કહ્યું હતું અને એટલે મારા મનમાં ડર નહોતો. મારા અપમાનથી કંઇ નહીં થાય. હકીકત તો સામે આવી જ જશે.  મારો ચહેરો જુઓ અને જ્યારે તેઓ બોલે છે તો તેમને જુઓ. જુઓ બોલતા તેમણે કેટલી વખત પાણી પીધું હતું. પાણી પીતા પણ તેમાં હાથ કાપી રહ્યા હતા. વડાપ્રધાનને લાગે છે કે, બધા તેમનાથી ડરી જશે. મારા ભાષાણના એક હિસ્સાને હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ વડાપ્રધાનના શબ્દ હટાવવામાં ન આવ્યા. વડાપ્રધાને સત્યનો સામનો કરવો પડશે અને આ વખત સત્ય તેમની સાથે નથી.

વડાપ્રધાનને લાગે છે તેઓ ખૂબ તાકતવાન છે, પોતાની તરફથી વડાપ્રધાન પર પ્રહાર કરવાને અપમાનનો દરજ્જો આપવા પર પણ રાહુલ ગાંધીએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, મેં કોઈને અપશબ્દ કહ્યા નથી, પરંતુ મને કહેવામાં આવ્યા. વાયનાડમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાનને લાગે છે કે બધા તેમનાથી ડરી જશે, પરંતુ કદાચ તેમને ખબર નથી કે, તેઓ છેલ્લા વ્યક્તિ હશે, જેનાથી મને કોઈ ડર નહીં હોય.

આ દરમિયાન સંસદની કાર્યવાહી દરમિયાન અસંસદીય શબ્દોના ઉપયોગ પર મળેલી નોટનો કોંગ્રેસ તરફથી જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીના ભાષણમાં કશું જ ખોટું નહોતું. લોકસભા સચિવાલયની નોટિસ પર પ્રતિક્રિયા આપતા મલ્લિકાર્જૂન ખડગેએ આ વાત કહી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું, તે પહેલાથી જ પબ્લિક ડોમેન છે એટલે કંઈ પણ અસંસદીય નથી. એટલે તેઓ પોતાના હિસાબે જવાબ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp