રાહુલ ગાંધીએ એમ શા માટે કહ્યું- BJP-RSS મારા ગુરુની જેમ, મને સારી ટ્રેનિંગ આપી

PC: financialexpress.com

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત જોડો યાત્રા દેશમાં વધી રહેલી નફરત, ડર અને હિંસા વિરુદ્ધ છે. ભારત જોડો યાત્રા દેશનો અવાજ છે, આ દરમિયાન રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓનો આભાર માન્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, જેટલું તેઓ આક્રમણ કરે છે, એટલી જ આપણને પોઝિશન ઇમ્પ્રૂવ કરવાનો ચાન્સ મળે છે. હું ઇચ્છું છું કે તેઓ થોડો વધુ અગ્રેસિવ એટેક કરે તો તેનાથી કોંગ્રેસ પાર્ટી અને મને ફાયદો થશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ પ્રકારે હું તેમને પોતાના ગુરુ માનું છું. એક પ્રકારે તેઓ આપણને રસ્તો દેખાડી રહ્યા છે કે શું કરવું જોઇએ અને શું નહીં. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકો પૂછી રહ્યા છે કે, યાત્રા બાદ શું થશે. તેમણે જણાવ્યું કે, મને કાલે કેટલાક લોકો કહી રહ્યા હતા કે આપણે પ્લાનિંગ કરવાની છે કે આગળ શું કરીશું. મેં જવાબ આપ્યો કે, આ જે યાત્રા છે, તે કંઇક બતાવવાનો પ્રયત્ન કરી રહી છે, જો આપણે તેનો અવાજ સાંભળ્યા વિના બીજું કંઇ શરૂ કરી દઇએ તો ભારતના અવાજનું અપમાન થશે.

તો અખિલેશ યાદવ અને માયાવતીને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે, હું જાણું છું કે વિપક્ષના બધા નેતા અમારી સાથે ઊભા છે. તે ચોખ્ખું અમને ખબર છે, પરંતુ આજે ભારતમાં ઘણા પ્રકારના કંપન્સન્સ થાય છે એટલે હું તેના પર કોઇ કમેન્ટ કરવા માગતો નથી. ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે બધા દરવાજા ખુલ્લા છે, કોઇ માટે કોઇ રોક નથી. તેમણે કહ્યું કે, વિચારધારામાં સમાનતા હોય છે, નફરત, હિંસા અને પ્રેમમાં કોઇ સમાનતા હોતી નથી. અખિલેશ અને મયવાતી પ્રેમાળ ભારત ઇચ્છે છે. એ હું જાણું છું કે તેઓ નફરતનું ભારત ઇચ્છતા નથી.

એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી યાત્રાનું લક્ષ્ય ભારતને એક અલ્ટરનેટ આપવાનું છે. આમ તો સરકારની ઘણી ખામીઓ છે, જેમાં બેરોજગારી, ઇકોનોમી મિસમેનેજમેન્ટ, ખોટી GST, નોટબંદી, ચીનને લઇને, પરંતુ અમે હિન્દુસ્તાનનને વિચારવાની અને જીવવાની નવી રીત આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ અન્ય એક સવાલના જવાબમાં કહ્યું કે, ભાજપવાળાઓ પાસે પૈસા અને ફંડની કોઇ કમી નથી.

તેઓ કેમ્પેઇન ચલાવતા રહે છે. તો રસપ્રદ વાત છે જેના પર હું 100 ટકા વિશ્વાસ કરું છું કે હકીકત કોઇ પણ કેમ્પેઇન નહીં છુપાવી શકે. તેમણે મારી છબી બગાડવા માટે 5-6 હજાર કરોડ લગાવી દીધા હશે, થોડા વધુ લગાવી લે, પરંતુ અસર પડવાની નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp