રાહુલ ગાંધીને મોટી રાહતઃ નવો પાસપોર્ટ બનાવવા માટે મંજૂરી મળી ગઇ, 3 વર્ષ માટે NOC

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને  Rouse Avenue District Courtથી મોટી રાહત મળી છે, રાહુલ ગાંધીને વિશેષ અદાલતે નવો પાસપોર્ટ બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે. તેમને મળેલી NOC 3 વર્ષ સુધી માન્ય રહેશે. પોતાનું સંસદ સભ્ય પદ ગુમાવ્યા પાછી રાહુલ ગાંધીએ પોતાનો ડિપ્લોમેટીક પાસપોર્ટ સરેન્ડર કરીને પોતાના માટે સાધારણ પાસપોર્ટ બનાવવા માટે અરજી કરી હતી.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં કહ્યુ હતું કે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી જામીન પર છે અને આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેમને પાસપોર્ટ માટે NOC આપવામાં નહીં આવે.

નવા પાસપોર્ટ માટે NOC માંગતી રાહુલ ગાંધીની અરજી પર બુધવારે દિલ્હીની Rouse Avenue District Courtમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સ્વામીએ NOCના મુદ્દે વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટને કહ્યું કે રાહુલ ગાંધીવારંવાર વિદેશ જાય છે. તેમના બહાર જવાને કારણે તપાસમાં અવરોધ આવી શકે છે સુનાવણી દરમિયાન કોર્ટે સ્વામીને જવાબ દાખલ કરવા માટે એક દિવસનો સમય આપ્યો હતો.આપ્યો. આ જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલને 10 વર્ષ માટે પાસપોર્ટની NOCનો વિરોધ કર્યો હતો.

રાહુલ ગાંધીને પાસપોર્ટ માટે મંજૂરીના કેસમાં સુનાવણી માટે ડો.સુબ્રમણ્યમ સ્વામી અને રાહુલ ગાંધીના વકીલ કોર્ટમાં પહોંચ્યા હતા. રાહુલના પાસપોર્ટ માટે NOC આપવાના કેસની સુનાવણી રાઉલ એવેન્યૂ કોર્ટમાં શરૂ થઇ હતી. આ દરમિયાન સ્વામીએ કોર્ટને કહ્યું હતું કે, કોઇ સામાન્ય વ્યકિતને તેનો પાસપોર્ટ મહત્તમ 10 વર્ષ માટે મળી શકે છે, પરંતુ આ એક સ્પેશિયલ કેસ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે 10 વર્ષ માટે પાસપોર્ટ જારી કરવા માટે કોઈ માન્ય કે અસરકારક કારણ નથી. તેમણે કહ્યું કે, મૂળભૂત અધિકારોની જેમ પાસપોર્ટ રાખવાનો અધિકાર પણ સંપૂર્ણ અધિકાર નથી. આ સિવાય સ્વામીએ કોર્ટને કહ્યું કે 2019માં રાહુલ ગાંધીને મંત્રાલય દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે? પરંતુ તેમણે આ અંગે કોઈ વાસ્તવિક જવાબ આપ્યો ન હતો.સ્વામીના કહેવા મુજબ ભારતના કાયદા મુજબ, જો કોઇ નાગરિક ની પાસે બીજા દેશની નાગરિકતા છે તો તેને ભારતની નાગરિકતા મળી શકતી નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 31 મેના દિવસે એક સપ્તાહ માટે અમેરિકાની મુલાકાતે જઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ 4 જૂને ન્યૂયોર્કમાં મેડિસન સ્કવેર ગાર્ડનમાં ભારતીય સમાજને સંબોધન કરશે. ઉપરાંત રાહુલ ગાંધી કેલિર્ફોનિયાની એક યુનિવર્સિટીની ઇવેન્ટમાં પણ સામેલ થશે

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.