
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં BJPની જનવિશ્વાસ યાત્રાની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તારીખની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, 1 જાન્યુઆરી 2024 સુધીમાં મંદિર તૈયાર થઈ જશે. તેમણે ત્રિપુરાના લોકોને ટિકિટ બુક કરાવવા માટે પણ કહ્યું હતું.
અમિત શાહે કહ્યું, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ BJPના અધ્યક્ષ હતા અને રાહુલ બાબા કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ રોજ પૂછતા હતા, 'મંદિર વહીં બનાએઁગે, તારીખ નહિ બતાએંગે', તો રાહુલ બાબા, કાન ખોલીને સાંભળી લો, 1 જાન્યુઆરી, 2024ના રોજ તમને અયોધ્યામાં ગગનચુંબી રામ મંદિર તૈયાર થયેલું જોવા મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં BJPની જન વિશ્વાસ યાત્રાના સંબોધનમાં કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સામ્યવાદીઓએ ત્રિપુરામાં ત્રણ દાયકા સુધી શાસન કર્યું પરંતુ રાજ્યની સમસ્યાઓનું નિરાકરણ ન કર્યું. આ સાથે જ તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. બંને પક્ષો પર આકરા પ્રહારો કરતાં અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ દેશમાંથી દૂર થઈ ગઈ છે જ્યારે સામ્યવાદીઓ દુનિયાથી દૂર થઈ ગયા છે.
માત્ર રામ મંદિર જ નહીં, એક-બે વર્ષ જવા દો, મા ત્રિપુરા સુંદરીનું મંદિર પણ એટલું જ ભવ્ય બનાવવામાં આવશે કે આખી દુનિયા તેને જોવા અહીં આવશે. કાશી વિશ્વનાથનો કોરિડોર બનાવ્યો, મહાકાલનો કોરિડોર બનાવ્યો. સોમનાથ અને અંબાજીના મંદિરને સોનાથી બનાવવામાં આવી રહ્યું છે. મા વિંધ્યવાસિનીનું મંદિર નવું બનાવવામાં આવી રહ્યું છે.
Communists ruled Tripura for 3 decades but didn't solve the state's problems. Congress has waned away from the country while Communists have waned away from the world: Union Home minister Amit Shah in Tripura pic.twitter.com/vmCyTfrfpu
— ANI (@ANI) January 5, 2023
જ્યારે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કહ્યું કે, ત્રિપુરામાં BJPની આગેવાનીવાળી સરકારે ઉગ્રવાદને ખતમ કરીને પૂર્વોત્તર રાજ્યમાં સર્વાંગી વિકાસ કર્યો છે. તેમણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) ત્રિપુરામાં ફરીથી સરકાર બનાવશે.
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રા કહે છે કે, મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં જન્મભૂમિ પર 350 મજૂરો અને કારીગરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. આ સાથે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના વંશી પહાડપુરમાં લગભગ એક હજાર મજૂરો અને કારીગરો કામ કરી રહ્યા છે. અહીં તે મંદિરમાં ઉપયોગમાં લેવાતા પથ્થરો કોતરવાનું કામ કરી રહ્યા છે. અહીંથી મંદિરમાં ગુલાબી પથ્થરો લાવવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp