‘અમિત શાહનો દીકરો શું કરે છે?’, વંશવાદ સાથે જોડાયેલા સવાલ પર રોષે ભરાયા રાહુલ

PC: thequint.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ઘણા મુદ્દા પર પોતાના વિચારો શેર કર્યા. આ દરમિયાન રાજનીતિમાં વંશવાદને લઈને તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર ખૂબ પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી પર સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાજપ તેમના પર વંશવાદની રાજનીતિનો આરોપ લગાવી રહી છે. તેના પર રાહુલ ગાંધીએ પૂછ્યું કે, અમિત શાહનો દીકરો શું કરે છે. રાજનાથનો દીકરો શું કરે છે?

તેમણે કહ્યું કે, મને જેટલી જાણકારી છે, અમિત શાહનો દીકરો ભારતીય ક્રિકેટને ચલાવે છે. ભાજપે પહેલા પોતાના નેતાઓને જોવા જોઇએ કે તેમના બાળકો શું કરે છે. અનુરાગ ઠાકુર સિવાય અન્ય પણ લોકો છે જે વંશવાદની રાજનીતિનું ઉદાહરણ છે. રાહુલ ગાંધીએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પોતાના વિચાર રાખ્યા. તેમણે કહ્યું કે, અમે (કોંગ્રેસ) દરેક પ્રકારની હિંસા વિરુદ્ધ છીએ. અમે નિર્દોષ નાગરિકો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની હિંસાના વખાણ કરતા નથી.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, અમે દરેક પ્રકારની હિંસાનો વિરોધ કરીએ છીએ. એ વાતની ચિંતા કર્યા વિના કે તેને કોણે અને કેવી રીતે અંજામ આપ્યો છે. અમારા સંકલ્પમાં એ વાત એકદમ સ્પષ્ટ છે. હિંસાને માફ કરવાનો કોઈ સવાલ જ ઊઠતો નથી. જે પણ લોકોના જીવ લે છે એ ખોટું છે. નાગરિકોને મારવા ગુનો છે. અમે નિર્દોષ નાગરિકોની કોઈ પણ હત્યાનો વિરોધ કરીએ છીએ. પછી તે ક્યાંય પણ હોય. એક દિવસ અગાઉ રાહુલ ગાંધી ચૂંટણી પ્રવાસ પર મિઝોરમ પહોંચ્યા હતા.

મિઝોરમ કોંગ્રેસે જણાવ્યું કે, પાર્ટી 7 નવેમ્બરે થનારી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે બે દિવસીય મિઝોરમ પહોંચ્યા છે. મિઝોરમ કોંગ્રેસ મીડિયા સેલના અધ્યક્ષ લાલરેમરૂતા રેન્થલીએ કહ્યું કે, આ દરમિયાન ચાનમારી જંક્શનથી રાજભવન સુધી લગભગ 4-5 કિલોમીટરની પદયાત્રા કરશે અને રાજ્યપાલના ઘર પાસે એક રેલીને સંબોધિત કરશે. આ દરમિયાન રાહુલ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. તેઓ પાર્ટીના નેતાઓને મળશે અને આઈઝોલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp