રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં PM મોદીની આ 2 યોજનાના વખાણ કર્યા

PC: jbs.cam.ac.uk

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટનના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ બુધવારે (1 માર્ચ) કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ દેશની PM મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે PM મોદી પર લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડવાનો આરોપ લગાવ્યો અને ભારતમાં તેમની જાસૂસીની વાત પણ કરી. જો કે આ દરમિયાન એક પ્રસંગ એવો પણ આવ્યો જ્યારે કોંગ્રેસ નેતાએ કેન્દ્રની PM મોદી સરકારની નીતિઓના વખાણ પણ કર્યા.

જ્યારે રાહુલને PM મોદી સરકારની સારી નીતિઓ વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે ઉજ્જવલા યોજના અને જન ધન યોજનાનો ઉલ્લેખ કર્યો. કેમ્બ્રિજમાં કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું PM નરેન્દ્ર મોદી સરકારની એવી નીતિઓ વિશે જણાવી શકે છે જે ભારતના હિતમાં છે?

રાહુલ ગાંધીએ કહ્યું કે, કદાચ મહિલાઓને ગેસ સિલિન્ડર આપવું અને લોકોના બેંક ખાતા ખોલાવવું એ સારું પગલું છે, પરંતુ મારા મતે PM મોદી ભારતનું માળખું બગાડી રહ્યા છે. તેઓ ભારત પર એવો વિચાર લાદી રહ્યા છે, જેને ભારત સ્વીકારી શકતું નથી. ભારત રાજ્યોનું સંઘ છે. જો કોઈ વિચાર લાદવામાં આવે છે, તો ત્યાં એક પ્રતિક્રિયા હશે. ભારતમાં ધાર્મિક વિવિધતા છે. શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા ભારતમાં છે પરંતુ PM મોદી તેમને બીજા વર્ગના નાગરિક માને છે. હું આ સાથે સહમત નથી. જ્યારે મૂળભૂત સ્તરે મતભેદ હોય, ત્યારે તમે કઈ બે-ત્રણ નીતિઓ સાથે સંમત છો તેનાથી કોઈ ફરક પડતો નથી.

રાહુલ ગાંધી કેમ્બ્રિજની બિઝનેસ સ્કૂલમાં 'લર્નિંગ ટુ લિસન ઇન ધ 21મી સદી' વિષય પર બોલી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે વિશ્વમાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે નવી વિચારસરણીની જરૂરિયાત વિશે વાત કરી. સાથે જ કહ્યું કે, તે કોઈના પર લાદવામાં ન આવે. આપણે એવી દુનિયાનું નિર્માણ થતું જોઈ શકતા નથી કે, જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલું નથી.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે, ભારત અને અમેરિકા જેવા લોકતાંત્રિક દેશોમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઘટાડાને કારણે વ્યાપક અસમાનતા અને નારાજગી છે. આ પરિવર્તન પર તાત્કાલિક ધ્યાન અને સંવાદની જરૂર છે.

રાહુલ ગાંધીના સંબોધનનો એક ભાગ ભારત જોડો યાત્રા વિશે હતો. કાશ્મીર વિશે વાત કરતા રાહુલે કહ્યું કે, કાશ્મીર ઘણા વર્ષોથી હિંસાથી ઘેરાયેલું છે. સુરક્ષા અધિકારીઓએ સુરક્ષાને લઈને ચેતવણી આપી હતી, પરંતુ જ્યારે અમે આગળ વધ્યા તો હજારો લોકો ત્રિરંગો લઈને આગળ આવ્યા. એક વ્યક્તિ નજીક આવ્યો, તેણે કેટલાક છોકરાઓ તરફ ઈશારો કરીને કહ્યું કે, તેઓ ઉગ્રવાદી છે. એ છોકરાઓ મારી સામે જોઈ રહ્યા પણ કંઈ કરી શક્યા નહિ. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ લોકોને સાંભળવાની અને અહિંસાની શક્તિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp