શર્ટ પહેરીને રાહુલની સંસદમાં એન્ટ્રી, કોંગ્રેસીઓએ જિંદાબાદના નારા લગાવ્યા, Video

PC: twitter.com

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સંસંદમાં બજેટ રજૂ કર્યુ હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બજેટ સત્રમાં ભાગ લેવા માટે સંસંદ પહોંચ્યા હતા.સામાન્ય રીતે ટી-શર્ટ અને કફની પાયજામાં દેખાતા રાહુલ ગાંધીએ શર્ટ પેન્ટ અને તે પણ ઇન કરેલા શર્ટ સાથે સંસદમાં એન્ટ્રી કરી હતી. રાહુલ ગાંધીને જોતા જ કોંગ્રેસી સાંસદોમાં જોમમાં આવી ગયા હતા અને રાહુલ જિંદાબાદના નારા લગાવ્યા હતા. રાહુલે તાજેતરમાં જ ભારત જોડો યાત્રા પુરી કરી અને કડકડતી ઠંડી અને બર્ફબારી વચ્ચે પણ રાહુલ યાત્રા દરમિયાન ટી- શર્ટમાં જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધી જેવા સંસંદ પહોંચ્યા કે તરત કોંગ્રેસી સાંસદોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને રાહુલ ગાંધી જિંદાબાદ અને ભારત જોડાના પણ નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધી હજુ મંગળવારે જ યાત્રા પુરી કરીને શ્રીનગરથી પરત ફર્યા હતા..

7 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે કન્યાકુમારીથી યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈને જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થઈ. આ યાત્રા 150 દિવસ સુધી ચાલી અને 3570 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ 12 જાહેરસભાઓ, 100થી વધુ સભાઓ, 13 પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ યાત્રા તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ હતી. હવે સોમવારે શ્રીનગરમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાજૂર્ન ખડગે કોંગ્રેસની ઓફીસમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને ભારત જોડો યાત્રા સ્મારકનું અનાવરણ કરશે. એની સાથે જ ભારત જોડો યાત્રા પુરી થયેલી જાહેર કરવામાં આવશે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં પદયાત્રાનો બીજો તબક્કો ચોક્કસપણે હશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે યાત્રાનો અંતિમ રોડમેપ હજુ બનાવવામાં આવ્યો નથી, પરંતુ ચોક્કસપણે બીજો તબક્કો હશે, જેમાં રાહુલ ગાંધી સામેલ થશે. જો કે, વેણુગોપાલે કહ્યું કે બે-ત્રણ મહિના પછી ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ચોક્કસપણે થશે. આ વખતે યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફ જઈ શકે છે.

બીજી તરફ કોંગ્રેસે ભારત જોડો યાત્રા પુરી થાય તે પહેલાંજ પોતાનું આગામી અભિયાન શરૂ કરી દીધું છે. દેશના અલગ અલગ રાજ્યમાં પ્રજાસત્તાક દિવસથી કોંગ્રસેનું 'हाथ से हाथ जोड़ो' અભિયાન ચાલી રહ્યું છે.જે 3 મહિના ચાલશે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના પોતાના અનુભવો શેર કરનાર એક પત્ર સાથે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો ગામે ગામ અને ઘરે ઘરે પહોંચીને લોકોને મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp