
કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ કાઢી રહેલા રાહુલ ગાંધી પોતાની સફેદ કલરની ટી-શર્ટને લઇને પણ ચર્ચાઓમાં છે. ધ્રુજાવી મૂકે તેવી ઠંડીમાં રાહુલ ગાંધી દિલ્હીમાં હાફ બાયની ટી-શર્ટ પહેરીને નજરે પડી રહ્યા છે. શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી એક વખત ટી-શર્ટ પહેરવાનું કારણ પૂછવામાં આવ્યું. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ ઠંડીથી ડરતા નથી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે એક રિપોર્ટર દ્વારા રાહુલ ગાંધીને ટી-શર્ટ પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે મારી ટી-શર્ટથી એટલું ડિસ્ટર્બન્સ કેમ થઇ રહ્યું છે?
તેમણે કહ્યું કે, અહીં એક પણ ટી-શર્ટમાં નથી બેઠું. શું તમે ઇચ્છો છો કે હું સ્વેટર પહેરી લઉં? તેમણે હલકા અંદાજમાં કહ્યું કે, યાત્રા બાદ તમારા માટે એક વીડિયો બનાવી દઇશ કે ઠંડીમાં ટી-શર્ટ પહેરીને કઇ રીતે ચાલવામાં આવે છે. કોંગ્રેસના સાંસદે મજાકિયા અંદાજમાં રિપોર્ટરને ગુરુજી સંબોધિત કરતા કહ્યું કે, તમે સ્વેટર કેમ પહેરી રાખ્યું છે? તેનું કારણ છે કે તમે ઠંડીથી ડરો છો. હું ઠંડીથી ડરતો નથી. સીધી વાત છે. મને અત્યાર સુધી ઠંડી લાગી રહી નથી. હું વિચારી રહ્યો છું કે, જેવી જ મને ઠંડી લાગવાની શરૂ થઇ જશે, પછી સ્વેટર પહેરવા લાગીશ, પરંતુ અત્યાર સુધી ઠંડી લાગી નથી.
#WATCH | Why is there so much disturbance because of the T-shirt? I do not wear a sweater because I am not scared of winter. I am thinking to wear a sweater once I start feeling cold: Congress MP Rahul Gandhi pic.twitter.com/Jky5DKPpKG
— ANI (@ANI) December 31, 2022
રાહુલ ગાંધીએ હાલમાં જ ટી-શર્ટ પર કહ્યું હતું કે દેશના ગરીબો, ખેડૂતો, વિદ્યાર્થીઓને આ વાત કેમ પૂછવામાં આવતી નથી કે તેમને ઠંડી કેમ નથી લાગતી? તેમણે કહ્યું કે, મને પૂછવામાં આવે છે કે તમને ઠંડી નથી લગતી? હું એ જાણવા માગું છું કે દેશના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગરીબોને એ વાત કેમ પૂછવામાં આવતી નથી કે તેમને ઠંડી લાગે છે કે નહીં? ગત મંગળવારે રાહુલ ગાંધી અચાનક બ્લેક ટી-શર્ટમાં દિલ્હીના વસંત વિહાર માર્કેટમાં નજરે પડ્યા.
રાહુલ ગાંધીને બજારમાં પોતાની વચ્ચે જોઇને લોકો ચકિત રહી ગયા હતા. જેમ-જેમ લોકોને ખબર મળી કે રાહુલ ગાંધીની આસપાસ ભીડ લાગી છે અને લોકો તેમની સાથે સેલ્ફી લઇ લેવા માટે ઉત્સુક નજરે પડ્યા. કોંગ્રસ નેતા વીરેન્દ્ર ચૌધરીએ રાહુલ ગાંધીની દિલ્હીના વસંત વિહાર બજારમાં ફરતા બે તસવીરો ટ્વીટર પર શેર કરી. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધી મંગળવારે બ્લેક કલરની ટી-શર્ટમાં નજરે પડ્યા હતા. અત્યાર સુધી ધ્રુજાવી મૂકે તેવી ઠંડીમાં સફેદ ટી-શર્ટમાં નજરે પડી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp