રાહુલે કહેલું મારી પાસે ઘર નથી, કેન્દ્રીયમંત્રી કહે- PM આવાસ યોજનામાં અપાવીશ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, 'રાહુલ ગાંધી, જો તમે બેઘર છો, તો PM નરેન્દ્ર મોદીને અરજી આપો, હું તમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર અપાવીશ.' હકીકતમાં, રાયપુરમાં, રાહુલ ગાંધીએ કહ્યું કે 52 વર્ષ થઈ ગયા છે પરંતુ તેમની પાસે પોતાનું ઘર નથી, આ નિવેદન પર કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી ગિરિરાજ સિંહે છિંદવાડામાં આડે હાથ લીધા છે.

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહે ફરી એકવાર છિંદવાડાના રાયપુરમાં રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું છે. હકીકતમાં, ગત દિવસોમાં છત્તીસગઢના રાયપુરમાં રાહુલ ગાંધીએ મહાસંમેલન દરમિયાન કહ્યું હતું કે, તેઓ 52 વર્ષના થઈ ગયા છે પરંતુ તેમની પાસે ઘર નથી. આના જવાબમાં છિંદવાડામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગિરિરાજ સિંહે કહ્યું, 'રાહુલ ગાંધીએ કહ્યું કે મારા નામે મારી પાસે ઘર નથી. રાહુલ ગાંધી આ હલકી રાજનીતિ કેમ કરે છે.' ગિરિરાજ સિંહે વધુમાં કહ્યું કે, 'જો તમે બેઘર છો અને તમારી દાદીનું ઘર નથી લીધું, તો PMને અરજી આપો, હું તેને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અપાવી દઈશ.'

પત્રકારોને સંબોધતા ગિરિરાજ સિંહે કહ્યું કે, તમારા નામે ઘર નહોતું, જો ઘર ખરીદવાની જરૂર હતી, તો 2004થી તમને લોકસભાનો પગાર મળતો હતો, જો તેમાં પણ ન લઇ શક્યા તો, દાદાજીની ઇન્દિરા આવાસ યોજના હેઠળનું મકાન લઇ લેતે, તે પણ તમે લીધું નથી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, BJP આ વખતે છિંદવાડાની તમામ સાત વિધાનસભા બેઠકો જીતશે. અહીં તમને જણાવી દઈએ કે, છિંદવાડાને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે. અહીંથી કમલનાથના પુત્ર નકુલ નાથ સાંસદ છે અને કમલનાથ ધારાસભ્ય છે.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એક દિવસ પહેલા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા રાહુલ ગાંધીના નિવેદનને ભારત વિરોધી ગણાવ્યું હતું. બીજી તરફ, આજે ફરી એકવાર BJPના કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા તેમણે પૂરા દિલથી કહ્યું કે, રાહુલ ગાંધી ભારતને બદનામ કરી રહ્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, રાહુલ ગાંધી વિદેશ જઈને PM નરેન્દ્ર મોદીથી નારાજ થઈ જાય છે, તેઓ વિચારે છે કે PM નરેન્દ્ર મોદીનું આટલું સન્માન કેમ કરવામાં આવે છે.

હાલમાં ગિરિરાજ સિંહ રાહુલ ગાંધી પર સતત પ્રહારો કરી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી સરકારના જોરદાર વખાણ કરતા તેમણે કહ્યું કે, પહેલા ભારત અંગ્રેજોનું ગુલામ હતું, પરંતુ PM નરેન્દ્ર મોદીના આવ્યા બાદ દેશ ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે, આજે દેશ આર્થિક પ્રગતિમાં પાંચમા ક્રમે છે.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.