
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદ સભ્યતા ગયા બાદ શનિવારે બપોરે નવી દિલ્હી સ્થિત કોંગ્રેસની ઓફિસમાં પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિઝનેસમેન ગૌતમ અદાણીને લઈને તીખા સવાલ પૂછ્યા હતા. સાથે જ તેમણે દાવો કર્યો કે, લોકતંત્ર પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેના ઉદાહરણ સમય સમય પર સામે આવતા રહે છે. પૂર્વ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને આ દરમિયાન એક મીડિયાકર્મીએ એવો સવાલ પૂછાઇ ગયો કે રાહુલ ગાંધીએ જવાબમાં એમ કહી દીધું કે તમે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે શા માટે કામ કરી રહ્યા છો? પછી તેમણે એમ પણ કહ્યું કે, હવા નીકળી ગઈ?
આ આખી ઘટના રાહુલ ગાંધી સાથે પત્રકારોના સવાલ-જવાબ દરમિયાનની છે. એક પત્રકારે સવાલ કર્યો કે, જે નિર્ણય આવ્યો છે, તેના પર ભાજપે કહ્યું કે, તમે OBCનું અપમાન કર્યું. આખા દેશમાં પ્રેસ કોન્ફરન્સની તૈયારી કરી રહી છે. તેના પર તમારે શું કહેવું છે. પત્રકારના સવાલ પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો ‘પહેલા તમારું એટેમ્પટ ત્યાંથી આવ્યું, પછી અહીંથી? તમે સીધા ભાજપ માટે કેમ કામ કરી રહ્યા છો? થોડું ફેરવીને પૂછો. હું તમને ઉદાહરણ આપું છું કે એમ બોલો રાહુલ જી.. જો તમે ભાજપ માટે કામ કરવા માગો છો, તો ભાજપનું ચિહ્ન છાતી પર લગાવો. પછી હું તમને જવાબ આપીશ.
#WATCH | "Don’t pretend to be a pressman...Kyun hawa nikal gayi?", says Congress leader Rahul Gandhi to a journalist questioning him on his conviction in 'Modi surname' case pic.twitter.com/SdaaUeraoy
— ANI (@ANI) March 25, 2023
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, પત્રકાર દેખાવાનું નાટક ન કરો, હવા નીકળી ગઈ? પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, હું અદાણીના મુદ્દા પર સવાલ પૂછતો રહીશ. તેઓ અયોગ્ય ઠેરવીને કે મને જેલમાં રાખીને ડરાવી નહીં શકે. હું નહીં ઝૂકુ. મેં હંમેશાં ભાઇચારાની વાત કરી છે, એ OBC બાબતે નથી. અયોગ્ય ઠેરવવા, મંત્રીઓ દ્વારા આરોપ લગાવવાનો આખો ખેલ અદાણીના મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ખેલવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીની સભ્યતા રદ્દ કર્યા બાદ ઘણી વિપક્ષી પાર્ટીઓ તેમનો સાથે આપતા સરકાર પર પ્રહાર કર્યો હતો. અખિલેશ યાદવ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિત મોટા ભાગના વિપક્ષી નેતાઓનું રાહુલ ગાંધીને સમર્થન મળ્યું છે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મારું સમર્થન કરવા માટે હું બધી વિપક્ષી પાર્ટીઓનો આભાર માનું છું, અમે બધા મળીને કામ કરીશું. સરકાર દ્વારા ગભરાટમાં કરવામાં આવી રહેલી કાર્યવાહીથી વિપક્ષને ફાયદો મળશે. હું અહી ભારતના લોકોના લોકતાંત્રિક અવાજની રક્ષા કરવા માટે છું. એમ કરતો રહીશ. હું કોઇથી ડરતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp