શું કોર્ટના નિર્ણય બાદ રાહુલ 6 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી, શું સભ્યપદ પણ જશે?

PC: indiatoday.in

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને ચાર વર્ષ જુના એક નિવેદન પર ગુજરાતની સુરત સેશન કોર્ટે દોષી જાહેર કરતા બે વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે રાહુલ ગાંધીને જામીન તો આપી દીધા છે પરંતુ, બે વર્ષની સજા થવાના કારણે તેમની લોકસભા સભ્યતા પર સંકટ આવી શકે છે. જો રાહુલ ગાંધીને ઉપલી કોર્ટમાંથી રાહત ના મળે તો તેમણે પોતાનું સભ્યપદ ગુમાવવું પડી શકે છે?

જનપ્રતિનિધિ કાયદા અનુસાર જો સાંસદો અને ધારાસભ્યોને કોઈપણ મામલામાં બે વર્ષ કરતા વધુની સજા થાય તો એવામાં તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ્દ થઈ જશે. એટલું જ નહીં, સજાની અવધિ પૂર્ણ કર્યાના છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય પણ હોય છે.

રાહુલ ગાંધીએ વર્ષ 2019માં એક નિવેદન કર્ણાટકમાં આપ્યું હતું, જેમા તેમણે કહ્યું હતું કે, તમામ ચોરોની સરનેમ મોદી શા માટે હોય છે? રાહુલના આ નિવેદનને લઈને BJP ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ મામલો દાખલ કરાવ્યો હતો. સૂરતની સેશન કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને દોષી જાહેર કરતા બે વર્ષની સજા સંભળાવી છે. રાહુલને કોર્ટમાંથી તરત 30 દિવસના જામીન પણ મળી ગયા.

સુરતની સેશન કોર્ટના નિર્ણયની કોપીને જો પ્રશાસન લોકસભા સચિવાલયને મોકલી આપે તો ત્યારબાદ લોકસભા અધ્યક્ષ તેનો સ્વીકાર કરતા જ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ સમાપ્ત થઈ જશે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ છે, ત્યારબાદ છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકશે. આ પ્રકારે રાહુલ ગાંધી હવે કુલ આઠ વર્ષ સુધી કોઈ પણ ચૂંટણી લડી શકશે નહીં.

રાહુલ ગાંધીના પોતાનું સભ્યપદ બચાવી રાખવાના તમામ રસ્તા બંધ નથી થયા. તેઓ પોતાની રાહત માટે હાઈકોર્ટમાં પડકાર આપી શકે છે, ત્યાં જો સુરત સેશન કોર્ટના નિર્ણય પર સ્ટે લાગી જાય તો સભ્યપદ બચી શકે છે. હાઈકોર્ટ જો સ્ટે ના આપે તો પછી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. એવામાં સુપ્રીમ કોર્ટમાંથી જો સ્ટે મળી જાય તો પણ તેમનું સભ્યપદ બચી શકે છે.

અધિનિયમની ધારા 8(4)ના પ્રાવધાનો અનુસાર, એક હાલના સાંસદ/ ધારાસભ્ય, દોષી જાહેર થવા પર ત્રણ મહિનાની અવધિની અંદર નિર્ણય વિરુદ્ધ અપીલ અથવા પુનરીક્ષણ અરજી દાખલ કરીને પદ પર  બન્યા રહી શકતા હતા. તેને 2013માં સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધી હતી. 2013ના નિર્ણય અનુસાર, હવે જો એક હાલના સાંસદ/ ધારાસભ્યને કોઈ અપરાધમાં દોષી જાહેર કરવામાં આવે, તો તેને દોષ સિદ્ધ થવા પર તરત અયોગ્ય જાહેર કરી દેવામાં આવશે અને સીટને ખાલી જાહેર કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp