રાહુલ અચાનક મિકેનિકની દુકાને પહોંચ્યા, બાઇક રિપેર કરવાનું શીખ્યા, જુઓ Photos

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મંગળવારે કરોલ બાગના સાયકલ માર્કેટ પહોંચ્યા હતા. તેમણે અહીં બજારના કામદારો અને સાયકલ વેપારીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બાઇક મિકેનિક્સ સાથે વાતચીત કરી અને બાઇકને ઠીક કરવાનું શીખ્યા.
કોંગ્રેસ પાર્ટીએ કરોલ બાગના સાયકલ માર્કેટમાં રાહુલ ગાંધી પહોંચવાની તસવીરો શેર કરતા કહ્યું કે, આ હાથ ભારત બનાવે છે. આ કપડાં પર લાગેલા કાળા ડાઘ એ અમારી ખુદ્દારી અને ગૌરવ છે. આવા હાથોને પ્રોત્સાહિત કરવાનું કામ એક લોકનેતા જ કરે છે. દિલ્હીના કરોલ બાગ ખાતે બાઇક મિકેનિક્સ સાથે રાહુલ ગાંધી. ભારત જોડો યાત્રા ચાલુ છે.
અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી પોતાની પ્રખ્યાત ભારત જોડો યાત્રા પછી સામાન્ય લોકોની વચ્ચે જઈને તેમની સાથે સીધી વાત કરી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. આ પહેલા 23 મેના રોજ રાહુલ ગાંધી દિલ્હીથી ચંદીગઢની યાત્રા દરમિયાન ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ ટ્રક ચાલકો સાથે વાતચીત કરી તેમના પ્રશ્નો અને સમસ્યાઓને સમજી હતી.
તે અગાઉ કર્ણાટક ચૂંટણી દરમિયાન બેંગલુરુમાં ડિલિવરી બોય સાથે સ્કૂટરની પાછળ બેસેલા જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
રાહુલ ગાંધી તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન પણ ટ્રક ચાલકની બાજુમાં બેસેલા જોવા મળ્યા હતા. તેણે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધીની 190 કિલોમીટરની મુસાફરી ટ્રકમાં કરી હતી. આ દરમિયાન તેણે ટ્રકના ડ્રાઈવર તેજિંદર ગિલ સાથે વાત પણ કરી હતી. રાહુલે આ વાતચીતનો વીડિયો પણ શેર કર્યો હતો. રાહુલે મુસાફરી દરમિયાન ટ્રક ડ્રાઈવરની માસિક કમાણી અંગે પણ સવાલ કર્યો હતો. જ્યારે ડ્રાઈવર તેજિન્દર ગિલે તેની મહિનાની કમાણી જણાવી તો રાહુલ પણ દંગ રહી ગયો.
यही हाथ हिंदुस्तान बनाते हैं
— Congress (@INCIndia) June 27, 2023
इन कपड़ों पर लगी कालिख
हमारी ख़ुद्दारी और शान है
ऐसे हाथों को हौसला देने का काम
एक जननायक ही करता है
📍 दिल्ली के करोल बाग में बाइक मैकेनिक्स के साथ श्री @RahulGandhi
‘भारत जोड़ो यात्रा’ जारी है... pic.twitter.com/0CeoHKxOan
કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર જાહેર કરાયેલ 'મુહબ્બત કી દુકાન' શીર્ષક સાથે અઢી મિનિટના એનિમેશન વીડિયોમાં ચૂંટણીનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ, જે રીતે રાહુલ ગાંધીને તેમની સર્વસમાવેશક નીતિઓ દ્વારા ઝડપથી દોડતા PM નરેન્દ્ર મોદીના સત્તાના રથને અટકાવતા બતાવવામાં આવ્યા છે, તેનો સંદેશ સ્પષ્ટ છે. વીડિયોમાં PM નરેન્દ્ર મોદી લોકશાહી, મીડિયા અને નોકરશાહીને તેમની જમીન પરથી ઊંચકીને તેમના રથની ટોચ પર બેસાડતા દર્શાવવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે તિરાડ ઉભી કરનાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. અને રાહુલ ગાંધી બંને સમુદાયને એક કરતા દર્શાવાયા છે. વિડિયોમાં, રાહુલ ભારત જોડો યાત્રા દ્વારા લોકોને એક કરીને આગળ વધે છે, ત્યારે રાજ કપૂરની ફિલ્મ અનારીના પ્રખ્યાત ગીત 'કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર'ના ગીતો બેકગ્રાઉન્ડમાં સંભળાય છે.
मोहब्बत की दुकान ❤️ pic.twitter.com/1FVaDb65Ze
— Congress (@INCIndia) June 27, 2023
જેમાં રાહુલ ગાંધી તરફ ઈશારો કરીને કહેવામાં આવ્યું છે કે 'સભી કે વાસ્તે હો જિસકે દિલ મેં પ્યાર ગાંધી ઉસી કા નામ હૈ.' વીડિયોમાં રાહુલ ગાંધી ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળે છે. જ્યારે તેની ટ્રક 'નફરત કા બજાર' બોર્ડ પરથી પસાર થાય છે, ત્યારે તે નીચે પડી જાય છે અને પૃષ્ઠભૂમિમાં 'મોહબ્બત કી દુકાન' દેખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp