લગ્ન અંગે પહેલીવાર બોલ્યા રાહુલ, કહ્યું-કેવી છોકરી જોઈએ, તેમાં કયા ગુણ હોવા જોઈએ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન લગ્ન પર સવાલ થયા. જવાબ ખૂબ જ રસપ્રદ હતો. રાહુલ યાત્રા દરમિયાન પોતાની દાદી ઈંદિરા ગાંધી વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું- ઈંદિરા ગાંધી તેમના જીવનનો પ્રેમ છે, તેમની બીજી માતા છે. એમના જવાબ પર ફરી સવાલ થયો- શું એવી જ મહિલા સાથે લગ્ન કરવા માંગે છે, જેનામાં તમારા દાદી જેવા ગુણ હોય. લગ્ન માટે શું આવી જ છોકરી જોઈએ. તેના પર રાહુલે કહ્યું- આ રસપ્રદ સવાલ છે. હું એવી મહિલા ઈચ્છીશ, જેમા મારી મમ્મી અને દાદી... બંનેના ગુણ હોય. તે સારું રહેશે.

રાહુલે લગ્નના સવાલ પર જવાબ મુંબઈમાં ભારત જોડો યાત્રા દરમિયાન આપ્યો. તેઓ યૂટ્યૂબ ચેનલ મ્યાશેબલ ઈન્ડિયાના બોમ્બે જર્ની સ્પેશિયલ એપિસોડમાં ઈન્ટરવ્યૂ આપી રહ્યા હતા. ઈન્ટરવ્યૂનો વીડિયો મંગળવારે યૂટ્યૂબ પર આવ્યો. જેના કેટલાક અંશો અહીં આપવામાં આવ્યા છે.

તમને કોઈ પપ્પૂ કહે તો કેવુ લાગે છે, આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આ પ્રોપેગેંડા કેમ્પેન છે અને આ તેમના દિલની વાત છે. આ એ લોકોની અંદરનો ડર છે, જેમની લાઈફમાં કશું નથી થઈ રહ્યું.

તમારી દાદીને આયરન લેડી ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેમને ગુંગી ગુડિયા પણ કહેવામાં આવ્યા હતા. જે લોકો મારા પર 24 કલાક હુમલો કરે છે, તે લોકોએ જ ઈંદિરાજીને ગુંગી ગુડિયા કહ્યા હતા. પછી તે જ મહિલા આયરન લેડી બની ગઈ. તેઓ હંમેશાંથી જ આયરન લેડી હતા.

સાયકલિંગના સવાલ પર તેમણે કહ્યું હતું કે, હું સ્પોર્ટ્સ અથવા તપસ્યા કરતો રહ્યું છું. મારા પિતા એક પાયલટ હતા. મેં તેમની પાસેથી શીખ્યું. પ્લેન ઉડાવવું તમારા એટીટ્યૂડ અને વે ઓફ થિંકિંગ છે. મારા પિતાએ મને એક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, તું પ્લેન ઉડાવજે, પ્લેન તને ઉડાવે એવુ ના થવા દેતો. તેનો મતલબ એ હતો કે, તમે એટલે કે પાયલટ હંમેશાં પ્લેનની આગળ રહો છો. પાટલટ 30 હજારની ઊંચાઈથી વસ્તુઓને જુએ છે. જો તમે તે ઊંચાઈથી જે જોશો, તે તમને રસ્તા પર જોવા નહીં મળશે. પાયલટ હંમેશાં ઊંચાઈએથી જુએ છે. તમે જોઈ શકો છો કે સમસ્યાઓ ક્યાં છે.

2010માં તેમની ટ્રેન યાત્રા વિશે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું હંમેશાં યાત્રાઓ કરું છું. કેટલાક રાજકીય કારણોથી પ્રેસ મને નિશાનો બનાવે છે. હું જે પણ શરૂ કરું, તેમા અવરોધ ઊભો કરે છે. જે હું કરું છું, તેના કેટલાક પસંદગીના પાસાંઓ જ પ્રેસ બતાવે છે. હું એ જાણવા માંગુ છું કે એક અપ્રવાસી મજૂર હોવુ શું હોય છે. હું થર્ડ ક્લાસમાં બેઠો, તેમા ગોરખપુરથી આવેલા એક પેન્ટર સાથે વાત કરી. જે પણ મારી સામે આવે છે, તેને સમજવા માંગુ છું.

રાહુલ પાસે કઈ ગાડીઓ છે તે અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું કોઈ કારનો માલિક નથી. મારી મમ્મીની CRV છે, તેને જ ચલાવુ છું. મારો કારમાં રસ ક્યારેય નથી રહ્યો. હાં, ડ્રાઇવિંગમાં મારો ઈન્ટરેસ્ટ છે. મારી પાસે મોટર બાઈક છે. હું મોટર બાઈકમાં ઈન્ટ્રેસ્ટેડ નથી, પરંતુ તેને ચલાવવી મને પસંદ છે. તમે મારી સાથે કાર એન્જિન વિશે વાત કરો. હું 90 ટકા વાતો સાચી જણાવી શકું છું. હું કાર રિપેર કરી શકું છું. હું ચલાવવી પસંદ કરું છું. હું હવા, પાણી અથવા જમીન.. ફાસ્ટ ચાલવું મને પસંદ છે. મને જૂની લેમ્બ્રેટા પણ એટલી જ પસંદ છે, જેટલી R-1, RD-350 પસંદ છે. બે સ્ટ્રોક હોય છે. ખતરનાક છે. થોડીવાર તે કંઈ નથી કરતી અને અચાનક તે ભાગે છે. RS-250 મારા જીવનનો પ્રેમ છે. હું તેને લંડનમાં અભ્યાસ દરમિયાન ચલાવતો હતો.

ભારતમાં કઈ જગ્યા સાથે તમે વધુ જાડોયેલા છો તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, દિલ્હી, પરંતુ ત્યાં રાઈડિંગ ખૂબ જ ખતરનાક છે. હું સાયકલિંગને મોટર સાયકલિંગ પર વધુ ભાર આપુ છું. તેમા તમારા શરીરની તાકાત લાગે છે. મુંબઈમાં મારા પિતાનો જન્મ થયો હતો. મેં ત્યાં વધુ સમય પસાર નથી કર્યો. હું ત્યાંના ફૂડ વિશે પણ વધુ નથી જાણતો, કારણ કે ભોજનને લઈને સતર્ક રહું છું. વધુ તેલવાળું નથી ખાતો. વધુ સુગર પણ નથી ખાતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.