રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદીને લખી ચિઠ્ઠી, આ માગણીઓ કરી

PC: khabarchhe.com

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીરી પંડિતોની સમસ્યાઓને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે. તેમણે કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન કાશ્મીરથી વિસ્થાપિત કાશ્મીરી પંડિત સમુદાયની પીડા તરફ ખેચવા માગે છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ખુલ્લી ચિઠ્ઠી લખી છે અને તેને ટ્વીટ કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી જી, ભારત જોડો યાત્રા દરમિયાન કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિમંડળે મને મળીને પોતાની દુઃખદ હાલત બતાવી.

આતંકવાદીઓના ટાર્ગેટ કિલિંગના શિકાર કાશ્મીરી પંડિતોને સુરક્ષાની ગેરંટી વિના વેલીમાં જવા માટે વિવશ કરવાનું નિર્દયી પગલું છું. આશા છે કે તમે આ વિષય પર ઉચિત પગલું ઉઠાવશો. તેમણે આ ચિઠ્ઠીમાં કહ્યું કે, પ્રધાનમંત્રી જી, આખા ભારતને પ્રેમ અને એકતાના સૂત્રમાં પરોવવા માટે જાહેર ‘ભારત જોડો યાત્રા’ના જમ્મુ પડાવમાં કશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ પોતાની સમસ્યાઓને લઇને મને મળ્યું. તેમણે જણાવ્યું કે, સરકારના અધિકારી તેમને કાશ્મીર વેલી પરત કામ કર જવા માટે મજબૂર કરી રહ્યા છે.

આ પરિસ્થિતિઓમાં સુરક્ષાની પાકી ગેરંટી વિના તેમને વેલીમાં કામ પર જવા માટે મજબૂર કરવાનું એક નિર્દયી પગલું છે. પરિસ્થિતિ સુધરવા અને સામાન્ય થવા સુધી સરકાર આ કાશ્મીરી પંડિત કર્મચારીઓ પાસે અન્ય પ્રશાસકીય અને જનસુવિધાના કાર્યોમાં સેવાઓ લઇ શકે છે. રાહુલ ગાંધીએ આગળ લખ્યું કે, પોતાની સુરક્ષા અને પરિવારની ચિંતાઓને લઇને વિનંતી કરી રહેલા કાશ્મીરી પંડિતોને આજે જ્યારે સરકાર સાથે હમદર્દી અને પોતિકાપણાની આશા છે ત્યારે ઉપરાજ્યપાલ જી દ્વારા તેમના માટે ભિખારી જેવા શબ્દોનો પ્રયોગ ગેરજવાબદારીપૂર્ણ છે. પ્રધાનમંત્રી જી, કદાચ તમે સ્થાનિક પ્રશાસનની આ અસંવેદનશીલ શૈલીથી પરિચિત ન હો.

તેમણે કહ્યું કે, મેં કાશ્મીરી પંડિત ભાઇઓ અને બહેનોને ભરોસો આપ્યો છે કે તેમની ચિંતાઓ અને માગણીઓને તમારા સુધી પહોંચાડવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ. મને આશા છે કે આ જાણકારી મળતા આ બાબતે ઉચિત પગલાં ઉઠાવશો. માતા ખીર ભવાનીની કૃપા તમારા પર બનેલી રહે.

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ પોતાના દાદી ઇન્દિરા ગાંધી બાબતે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધી તેમના જીવનનો પ્રેમ છે, તેમના બીજા માતા છે. આ જવાબ પર ફરી સવાલ થયો શું એવી જ મહિલા સાથે લગ્ન કરવા માગો છો, જેમાં તમારા દાદી જેવા ગુણ હોય. લગ્ન માટે શું એવી છોકરી જોઇએ. આ સવાલ પર રાહુલે કહ્યું કે, એ રસપ્રદ સવાલ છે. હું એવી મહિલા ઇચ્છીશ જેમાં મારી માતા અને દાદી, બંનેના ગુણ હોય. તે સારું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp