- National
- BJP પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને આતંકી લાદેન સાથે સરખાવ્યા, નીતિશને ગજની કહ્યા
BJP પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને આતંકી લાદેન સાથે સરખાવ્યા, નીતિશને ગજની કહ્યા
અરરિયામાં બિહારના BJP પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ રાહુલ ગાંધીની તુલના આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી હતી. કહ્યું કે રાહુલે લાદેનની જેમ દાઢી વધારી છે અને PM બનવાનું સપનું જોઈ રહ્યો છે. આ સાથે તેમણે CM નીતિશ કુમાર પર પણ કટાક્ષ કર્યા હતા. તેણે કહ્યું કે તેમની હાલત ગજની ફિલ્મના આમિર ખાનના પાત્ર જેવી થઈ ગઈ છે.
બિહારના BJP અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, અરરિયામાં એક જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે રાહુલ ગાંધીની તુલના આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી હતી. કહ્યું કે આજકાલ રાહુલ ગાંધી દાઢી વધારીને ઓસામા બિન લાદેન બની ગયા છે અને PM નરેન્દ્ર મોદીની જેમ દેશના PM બનવા માંગે છે.

બિહાર BJP અધ્યક્ષ અહીં જ ન અટક્યા. તેમણે રાહુલ ગાંધીને બાળક કહ્યા. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેમણે કહ્યું કે, અમે રાહુલ ગાંધીને 50 વર્ષના બાળક તરીકે માનીએ છીએ. જે વ્યક્તિ 50 વર્ષનો હોય અને તેની પાસે રાજકીય બુદ્ધિ ન હોય, તો પછી બાળક કરતાં વધુ શું કહી શકાય. આ દરમિયાન સમ્રાટ ચૌધરીએ લવ જેહાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, જો બિહારમાં BJPની સરકાર બનશે તો લવ જેહાદીઓની ઓળખ કરીને તેમને જેલમાં મોકલવામાં આવશે. BJP સરકારમાં ગાયોની હત્યા કરનારાઓને પણ જેલમાં જવું પડશે. BJPની સરકાર બનશે ત્યારે દરેક બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરીને બિહાર અને ભારતમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. ભારતમાં રહીને પાકિસ્તાનના વખાણ કરનારાઓને પણ બક્ષવામાં આવશે નહીં. જેને ભારતમાં રહેવું છે તેણે ભારત સાથે ચાલવું પડશે.

CM નીતીશ કુમારની વિપક્ષી એકતા પર કટાક્ષ કરતા બિહાર BJP અધ્યક્ષે કહ્યું કે, વિપક્ષમાં PM પદના ઉમેદવાર કોણ હશે તે નક્કી નથી થઈ રહ્યું. તેમણે કહ્યું કે, CM નીતિશ કુમારની માનસિક સ્થિતિ સારી નથી. તેમની હાલત ગજની ફિલ્મના અમીર ખાનના પાત્ર જેવી થઈ ગઈ છે. PMના તાજના સપનાએ તેમને પરેશાન કર્યા છે. તેમને ભૂલવાની બીમારી લાગી ગઈ છે.
બિહાર BJPના પ્રદેશ અધ્યક્ષ શુક્રવારે અરરિયા પહોંચ્યા હતા. તેમણે હેલિપેડથી અરરિયાના ઐતિહાસિક મા ખંડગેશ્વરી કાલી મંદિર સુધી સાયકલ સવારી કરીને પહોંચ્યા હતા. કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરી રુદ્રાભિષેક કર્યો. કાલી મંદિરના સાધક નાનુ બાબાએ તેમને આશીર્વાદ આપ્યા.

