આજે નહીં તો કાલે જીત તો સત્યની જ થવાની હતી, ચુકાદા પછી રાહુલનું પહેલું નિવેદન

PC: indianexpress.com

મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે  રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. રાહુલે કહ્યું કે, સચ્ચાઇની જીત તો થવાની જ હતી, આજે નહીં તો કાલે. તો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ માટે આજે ખુશીનો દિવસ છે. સત્ય મેવ જયતે, સત્યની જીત થઇ, લોકશાહીની જીત થઇ.

મોદી સરનેમ માનહાની કેસમાં લગભગ 6 મહિનાથી કોર્ટની લડાઇ લડી રહેલા રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે શુક્રવારનો દિવસ રાહત આપનારો રહ્યો. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની 2 વર્ષની સજા પર રોક લગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કોંગ્રેસના ટોચના નેતાઓએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ પણ હાજર હતા. આ અવસરે કોંગ્રેસ અધ્યક્ષે કેટલીક આકરી ટીપ્પણીઓ પણ કરી હતી, પરંતુ રાહુલ ગાંધીએ પોતાની વાત એકદમ સરળ ભાષામાં રજૂ કરી હતી. તેમણે આ ચુકાદાને સત્યનો વિજય ગણાવ્યો અને આ પરિસ્થિતિમાં તેમની પડખે ઊભા રહેલા દરેકનો આભાર માન્યો. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં અભિષેક મનુ સિંઘવી, અધીર રંજન ચૌધરી, કે સી વેણુગોપાલ, જયરામ રમેશ, મલ્લિકાર્જૂન ખડગે, સામેલ રહ્યા હતા. ખડગેએ કહ્યુ કે, કોંગ્રેસ માટે આજે ખુશીનો દિવસ છે. સત્યમેવ જયતે, સત્યની જીત થઇ છે અને ડેમોક્રેસીની જીત થઇ છે. તેમણે આગળ કહ્યું કે, આ માત્ર રાહુલ ગાંધીની જીત નથી, પરંતુ આખા દેશની પ્રજાની જીત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત છે. હજુ બંધારણ જીવિત છે અને ન્યાય મળી શકે છે. આ સામાન્ય લોકોની જીત છે, લોક તંત્ર અને જનતાની જીત છે.

મલ્લિકાર્જૂને નિશાન સાધીને કહ્યુ કે આવો મોકો ભાગ્યેજ આવે છે જ્યારે અમારી વાત પોઝિટિવ થઇ જાય. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દેશને મોટો ફાયદો થયો છે. જે સત્ય માટે લડે છે, દેશની તાકાત માટે લડે છે, યુવાનો માટે વાત કરે છે, મોંઘવારી સામે લડે છે. લોકોને જાગૃત કરવા તે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને ગરીબો, બાળકો, ડોક્ટરો અને એન્જિનિયરોને મળે છે.  એ બધાની દુઆ અમારી સાથે છે અને આ જનતાની જીત છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેએ કહ્યુ કે, રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ કરવા માત્ર 24 કલાકનો સમય લાગ્યો હતો. હવે અમે જોઇશું કે સરકાર કેટલા સમયમાં તેમનું સભ્ય પદ પાછું આપે છે. અમે રાહ જોઇશું. આ વાયનાડના લોકોની જીત છે.

મલ્લિકાજૂર્ન ખડગેના સંબોધન પછી રાહુલ ગાંધીએ માત્ર સંક્ષિપ્તમાં અને થોડા જ શબ્દોમાં પોતાની વાત કહી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું માત્ર એટલું જ કહીશ કે આજે નહીં તો કાલે, કે પરમ દિવસે, જીત તો સચ્ચાઇની જ થવાની હતી. જે કઇ પણ હોય, પરંતુ મારું શું કામ છે, મારે સું કરવાનું છે, એ વિશે મારું માઇન્ડ બિલકુલ ક્લિયર છે. રાહુલે પોતાના સંબોધનમાં પ્રજાનો આભાર માનીને પોતાની વાત સમાપ્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp