રાહુલ ગાંધી એક વીક દિલ્હીમાં નહોતા, ફેસબૂક પોસ્ટ પર કારણ જણાવ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક સપ્તાહ સુધી દિલ્હીમાં હાજર નહોતા. હવે તેમણે ફેસબુક પોસ્ટ પર જાણકારી આપી છે કે આ એક સપ્તાહ તેઓ ક્યાં ગયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘૂંટણની ઈજાની સારવાર કરાવીને શનિવારે દિલ્હી પરત ફર્યા હતા. રાહુલે કેરળની પ્રખ્યાત કોટ્ટક્કલ આર્ય વૈદ્યશાળામાં આયુર્વેદિક સારવાર લીધી છે. પૂર્વ સાંસદે પોતે ફેસબુક પોસ્ટ દ્વારા આની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેરળના કોટ્ટક્કલમાં કાયાકલ્પનો અનુભવ થયો.

રાહુલ ગાંધીને એક સપ્તાહ પહેલા ઘૂંટણની સમસ્યા ઉભી થઇ હતી જેના ઇલાજ માટે કેરળ પહોંચ્યા હતા.એક સપ્તાહ સુધી તેમણે આયુર્વેદિક સારવાર લીધી હતી.

કોંગ્રેસ નેતા અને કેરળના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ એક તસ્વીર સાથે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે, કોટ્ટક્કલ વૈદ્યશાળામાં મારું રહેવુ એક તરોતાજા અનુભવ કરનારું રહ્યું. છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે  પ્રેમ અને કાળજી માટે, ડૉ. પી.એમ. વેરિયર અને તેની ટીમનો મારો હૃદયપૂર્વક આભાર. હું ટ્રસ્ટી રાઘવ વેરિયર, ડૉ. કે. મુરલીધરન, સુજીત એસ. વેરિયર, કે.આર. અજય, ડો. પી. રામકુમાર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. જી.સી. હું ગોપાલ પિલ્લઈ અને સેલજા માધવન કુટ્ટીનો પણ આભાર વ્યક્ત કરું છું.

રાહુલ ગાંધીએ 27 જુલાઇએ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર એમ.ટી વાસુદેવન નાયર સાથે મુલાકાત કરી હતી. એક ફેસુબુક પોસ્ટમાં રાહુલે લખ્યું કે કેરળની મારા વર્તમાન પ્રવાસ દરમિયાન અનેક અદભૂત અનુભવોની સાથે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ ટી વાસુદેવન નાયર સાથે પણ મારી મુલાકાત થઇ હતી. રાહુલે આગળ લખ્યું કે વાસુદેવન નાયર એ મલયાલમ સાહિત્યના દિગ્ગજ છે, તેમની પછળ 6 પ્રસિદ્ધ દાયકાઓનું લેખન છે. તેઓ જ્ઞાન અને બુદ્ધિમત્તાના પાવરહાઉસ છે. તેમની સાથે સમય વિતાવવો અને ભારતના દુર્લભ રત્નોમાંના એકને સાંભળવા, તેમની પાસેથી શિખવું એ મારા માટે સન્માનની વાત રહી છે.

કેરળના વાયનાડના પૂર્વ લોકસભા સાંસદ રાહુલ ગંધીએ 25 જુલાઇએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીની યાદમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત એક શ્રધ્ધાંજલિ સભામાં પણ ભાગ લીધો હતો, જેમનું 18 જુલાઇએ નિધન થયું હતું. રાહુલે ગયા બુધવારે આર્ય વૈધશાળા પરિસરમાં આવેલા શ્રી વિશ્વંભરા મંદિરમાં પૂર્જા-અર્ચના કરી હતી એ પછી રાહુલે કથકલી નૃત્યની રજૂઆત પણ માણી હતી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.