રાયગઢ ભૂસ્ખલનઃ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવામાં જવાનનું હાર્ટ એટેકથી મોત

PC: indiatimes.com

પ્રકૃત્તિની નજીક પારંપરિક રીતે જીવન ગુજારનારા આદિવાસી પરિવારો પર સમયનો માર પડ્યો છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુરમાં ઈરશાલગઢ ગામ આખેઆખુ લેન્ડસ્લાઈડમાં દબાઈ ગયું. આ ઘટના ત્યારે બની જ્યારે બધા ઊંઘી રહ્યા હતા. આ ઘટનામાં 120થી વધારે લોકો કાટમાળમાં ફસાયા છે. અત્યાર સુધીમાં 5 થી 6 શવો મળી આવ્યા છે. તો 27 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પણ આ બચાવ કામગીરી કરતા સમયે એક જવાનનું મોત થયું છે.

ઈશાલવાડીમાં ભૂસ્ખલનની જાણકારી મળતા જ તરત રાહત બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મુંબઈથી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે છે. જ્યારે આ બચાવ કામગીરીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ઘણી મુશ્કેલીઓ પણ આવી. તોફાની હવાઓની સાથે વરસાદ વરસી રહ્યો હતો પણ દરેક જવાનો લોકોને બચાવવામાં લાગ્યા હતા. પણ એક દુઃખદ ઘટના બની. નવી મુંબઈ નગર પાલિકાના ફાયર બ્રિગેડના અધિકારી શિવરામ ધુમાને અચાનક ગભરામણ થવા લાગી.

જેવી શિવરામ ધુમાનેની તબિયત ખરાબ થવા લાગી તો અન્ય સહકર્મી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા લાગ્યા પણ રસ્તામાં જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું. પોતાના કર્તવ્યનું પાલન કરતા સમયે ધુમાના નિધનથી લોકો દુઃખી છે.

રાયગઢ જિલ્લાના ઈરશાલગઢમાં ઈરશાલવાડીની તળેટીમાં ચૌક નામનું ગામ છે. આદિવાસી ભાઈઓના આ ગામમાં ઠાકુર સમુદાયના લોકો વસે છે. આ લોકોના ઘર ભૂસ્ખલનમાં દબાઈ ગયા છે. રિપોર્ટ પ્રમાણે આ વાડીના 90 ટકા ઘરો કાટમાળમાં ફસાઈ ગયા છે અને મોટી જનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં ઘટના સ્થળે NDRFની 4 ટીમો બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 75 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. પહાડો પરની માટી ગામમાં ધસી આવી હતી. લેન્ડસ્લાઈડની આ માટીમાં 17 લોકોના ઘરો દબાયા છે. આ ગામ આદિવાસીઓનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp