યાત્રીને માત્ર 6 રૂપિયા છુટ્ટા પાછા ન આપ્યા એમાં રેલવેની નોકરી ગુમાવવી પડી

PC: aajtak.in

માત્ર 6 રૂપિયા પરત નહીં આપવાને કારણે રેલવેના એક બુકીંગ કલાર્કે નોકરી ગુમાવવાની નોબત આવી ગઇ છે.હવે બોમ્બે હાઇ કોર્ટે પણ બુકીંગ કલાર્કને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે.26 વર્ષ પહેલાં વિજિલન્સે પાડેલા દરોડામાં પકડાઇ ગયા બાદ બુકીંગ કલાર્કને નોકરીમાંથી બરતરફ કરી દેવાયો હતો.

આ કેસ મુંબઇનો છે. 31 જુલાઇ 1995મા રાજેશ વર્માં બુકીંગ કલાર્ક બન્યો હતો અને 30 ઓગસ્ટ 1997ના દિવસે તે કુર્લા ટર્મિનસ જંકશન,મુંબઇ ખાતે બુકીંગ ઓફિસમાં મુસાફરોની ટિકીટ બુકીંગનું કામ કરતો હતો. તે વખતે વિજિલન્સ ટીમે રેલવે પોલીસ ફોર્સ (RPF)ના એક કોન્સ્ટેબલને નકલી યાત્રી બનાવીને રાજેશ વર્માના બુકીંગ કાઉન્ટર પર મોકલ્યો હતો. નકલી યાત્રીએ રાજેશ વર્માના કાઉન્ટર પર જઇને 500 રૂપિયાની નોટ આપી અને આરા (બિહાર)ની એક ટિકીટ બુક કરાવી. ટિકીટના 214 રૂપિયા થતા હતા અને મુસાફરે 286 રૂપિયા પાછા લેવાના હતા,પરંતુ બુકીંગ કલાર્ક રાજેશે નકલી યાત્રીને 280 રૂપિયા આપ્યા,પરંતુ 6 રૂપિયા પાછા ન આપ્યા.

એ પછી વિજિલન્સની ટીમે બુકીંગ કલાર્ક રાજેશ વર્માના કાઉન્ટર પર દરોડા પાડ્યા હતા. ટિકીટ વેચાણની હિસાબે  તેના  રેલવે કેશમાં 58 રૂપિયા ઓછા મળ્યા, પરંતુ રાજેશ વર્માના પાછળના ભાગમાં રાખવામાં આવેલા સ્ટીલના કબાટમાંથી 450 રૂપિયાની રકમ મળી આવી હતી. વિજિલન્સ ટીમના કહેવા મુજબ આ એ રકમ હતી જે રાજેશ વર્મા મુસાફરોને છુટ્ટા પેટે પરત નહોતો કરતો.

વર્મા સામેના આરોપો અંગે ડિસિપ્લનરી તપાસ હાથ ધરવામાં આવી હતી. 31 જાન્યુઆરી, 2002 ના રોજ, જ્યારે રિપોર્ટ આવ્યો, ત્યારે તેને દોષિત ઠેરવવામાં આવ્યો અને તેને બરતરફ કરવામાં આવ્યો. વર્માએ આ આદેશને એપેલેટ ઓથોરિટી સમક્ષ પડકાર્યો હતો.પરંતુ 9 જુલાઈ 2002ના રોજ તેને નકારી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્મા 23 ઓગસ્ટ 2002ના રોજ રિવિઝનલ ઓથોરિટી સમક્ષ ગયો હતો.તેની દયાની અરજી પણ 17 ફેબ્રુઆરી 2003ના રોજ ફગાવી દેવામાં આવી હતી.

વર્માના વકીલે દલીલ કરી હતી કે છુટ્ટા ન હોવાને કારણે મુસાફરને તરત રૂપિયા આપી શકાયા નહોતા અને મુસાફરને રાહ જોવા માટે કહ્યું હતું. ઉપરાંત સ્ટીલના કબાટનો ઉપયોગ બધા બુકીંગ કલાર્ક માટે કોમન હતો.

જો કે જસ્ટિસ નિતિન જમાદાર અને એસ વી માર્નેની બેંચે કહ્યુ કે આ દરમિયાન ન તો નકલી યાત્રી કે ન કોઇ મુસાફરે 6 રૂપિયા પાછા આપવાની વાત સાંભળી નહોતી. તેનો રેકોર્ડ પર કોઇ પુરાવો નથી. એનો મતલબ એ થાય છે કે રાજેશ વર્માનો રૂપિયા પરત આપવાનો ઇરાદો નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp