26th January selfie contest

રેલવેની હનુમાનદાદાને નોટિસ-તમે રેલવેની જમીન પર મકાન બનાવીને અતિક્રમણ કર્યુ છે

PC: livehindustan.com

રસ્તાઓ પહોળા કરવાને લઈને સરકારી જમીન પર ગેરકાયદેસર કબજા સુધીની ઘટનામાં અને સરકારી જમીન પર અતિક્રમણની ઘટના મોટા ભાગે જોવા મળી જતી હોય છે, પરંતુ મધ્ય પ્રદેશના મૂરેનામાં ભારતીય રેલવેએ અજીગોગરીબ પ્રકારની નોટિસ જાહેર કરી છે. રેલવેએ મંદિરમાં બિરાજમાન ભગવાન બજરંગબલીને નોટિસ આપી દીધી છે. સૌથી હેરાનીની વાત એ છે કે રેલવેએ આ નોટિસમાં બજરંગબલીને જ અતિક્રમણકારી બતાવતા 7 દિવસમાં હટાવવા પણ કહ્યું છે.

સાથે જ રેલવે તરફથી એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે, જો અતિક્રમણ ન હટાવ્યું તો બળજબરીપૂર્વક કાર્યવાહી કરશે અને JCB વગેરેનો ખર્ચ બજરંગબલી પાસેથી લેવાશે. આ સમયે ગ્વાલિયર-શ્યોપૂર બ્રોડગેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે. મૂરેના જિલ્લાની સબલગઢ તાલુકામાં હનુમાનજીનું મંદિર બ્રોડગેજ લાઇન વચ્ચે આવી રહ્યું છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ મંદિર રેલવેની જમીન પર પણ પહોંચાડી દેવામાં આવ્યું છે. આ નોટિસમાં ભગવાન હનુમાનજીને અતિક્રમણકારી બતાવતા લખ્યું કે, તમે રેલવેની જમીન પર મકાન બનાવીને અતિક્રમણ કર્યું છે. 7 દિવસની અંદર તેને હટાવી લો, નહીં તો આવશ્યક કાર્યવાહી કરવામાં આવશે.

નોટિસમાં લખ્યું કે, ‘આ નોટિસ મળવાના 7 દિવસની અંદર રેલવેની જમીન પર કરવામાં આવેલું અતિક્રમણ હટાવીને રેલવેની જમીન ખાલી કરો, નહીં તો તમારા દ્વારા કરવામાં આવેલા અતિક્રમણને પ્રશાસન દ્વારા હટાવવાની કાર્યવહી કરવામાં આવશે, તેના ખર્ચની જવાબદારી તમારી (ભગવાન હનુમાનજીની) હશે. બજરંગબલીને આપવામાં આવેલી આ નોટિસની પ્રતિ સહાયક મંડળ ઇજનેર અને GRP પોલીસ સ્ટેશનના પ્રભારી ગ્વાલિયરને પણ મોકલવામાં આવી છે. નોટિસ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

જ્યારે આ નોટિસની હકીકત જાણવા માટે એક અખબારની ટીમ દ્વારા ઝાંસી રેલવે મંડળના જનસંપર્ક અધિકારી મનોજ માથુર સાથે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, જે પણ રેલવે અતિક્રમણની જમીન છે તેને હટાવવાની આ સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, હનુમાનજીને નોટિસ કેમ આપવામાં આવી? તો તેમણે કહ્યું કે તેને લઈને અધિકારીઓ સાથે વાત કરીને જાણકારી આપશે. ત્યારબાદ કહ્યું કે આ નોટિસ પૂરી રીતે સાચી છે. સાથે જ કહ્યું કે, ત્રુટિવશ મંદિર માલિકની જગ્યાએ ભગવાન બજરંગબલીનું નામ લખી દેવામાં આવ્યું છે તેને સુધારવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp