વંદે ભારત ટ્રેનમાં ભોજન લેતા પહેલા સાવધાન રહેજો, મુસાફરે કરી રેલવેને ટ્વીટ

PC: twitter.com

જો તમે પણ ભારતીય રેલ્વેની ડ્રીમ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતમાં મુસાફરી કરો છો અથવા મુસાફરી કરવા માંગો છો તો આ સમાચાર તમને ચોંકાવી દેશે. જી હા, રેલવેની આ સેમી-હાઈ સ્પીડ ટ્રેનમાં કથિત રીતે ધૂળથી ભરેલા કોર્નફ્લેક્સ પીરસવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. મુંબઈ-શિરડી VBE ટ્રેનના લોન્ચ થયાના બે દિવસ પછી, 12 ફેબ્રુઆરી 2023ના રોજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફર વીરેશ નારકરે ટ્રેન કેટરિંગ સ્ટાફ દ્વારા ધૂળવાળા કોર્નફ્લેક્સ પીરસવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે.

ફરિયાદની સાથે રેલવેને કેટલાક સૂચનો પણ આપ્યા

આ પ્રીમિયમ ટ્રેનની USPમાં ટૉપ ક્લાસ સુવિધાઓની સાથે સારી ગુણવત્તાયુક્ત ભોજનને પણ માનવામાં આવે છે. પરંતુ મુસાફરની ફરિયાદ બાદ અન્ય મુસાફરો પણ સતર્ક થઈ ગયા છે. સામાન્ય ટ્રેનોમાં ઘણીવાર આ પ્રકારની ફરિયાદો સામે આવે છે, પરંતુ પ્રીમિયમ ક્લાસ ટ્રેનોમાં સારી ગુણવત્તાની આશા રાખવામાં આવે છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વીરેશ નારકરે પીરસવામાં આવેલા ભોજનની ફરિયાદ સાથે રેલવેને કેટલાક સૂચનો પણ આપ્યા છે. મુસાફરે ટ્વિટ કરીને રેલવેનું ધ્યાન દોરતા અનેક સમસ્યાઓ પર સૂચનો આપ્યા.

કોઈ પણ પ્રકારની પ્રાઈવેસી નથી હોતી

નારકરે કહ્યું કે, તેણે એક્ઝિક્યુટિવ કોચમાં એક સીટ માટે વધારાની રકમ ચૂકવી છે. મુસાફરના જણાવ્યા મુજબ, એક્ઝિક્યુટિવ ક્લાસ ટ્રેનની વચ્ચે આપવામાં આવે છે, તેથી અન્ય વર્ગના લોકો સતત તેમાં ચાલતા રહે છે. વધુ પૈસા ચૂકવ્યા પછી પણ કોઈ પણ પ્રકારની પ્રાઈવેસી નથી હોતી. તેથી તેમણે એક્ઝિક્યુટિવ ક્લાસને આગળ અથવા પાછળની તરફ મૂકવાની વાત કરી છે.

ફ્લોરને વેક્યૂમ ક્લીનરથી સાફ કરવાની સલાહ

નારકરે એમ પણ કહ્યું કે વંદે ભારત ટ્રેનના ફ્લોર કાર્પેટથી ઢંકાયેલા છે, જેને વેક્યૂમ ક્લીનરથી સાફ કરવાની જરૂરત છે. તેથી, ફ્લોરને સાવરણી દ્વારા પરંપરાગત પદ્ધતિથી સાફ કરવાને બદલે ડાયસન વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવો જોઈએ. નારકરે પ્રીમિયમ ટ્રેનોમાં પીરસવામાં આવતા ભોજનને લઈને પણ સમસ્યા જણાવી છે. મુસાફરે કહ્યું કે, ભોજનની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે. ધૂળવાળા કોર્નફ્લેક્સ ખાવા માટે કોણ આપે છે. તેની ગુણવત્તામાં સુધારો થવો જોઈએ.

કમેન્ટમાં, તેમણે કહ્યું કે એક કારણ એ હોઈ શકે છે કે બહાર ધુમાડો હતો અને ધુમાડાના નાના કણો AC વેન્ટ દ્વારા અંદર આવ્યા અને દૂધ પર જમા થઈ ગયા. કૃપા કરીને દૂધ અને કોર્નફ્લેક્સના વિકલ્પો આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp