શું રેલવેએ 41 હજાર રૂપિયા ખર્ચીને ઉંદર પકડ્યો? જાણો તંત્ર શું કહે છે

PC: uptak.in

ભારતીય રેલવેના લખનૌ ડિવિઝનમાં છેલ્લા ત્રણ વર્ષમાં 168 ઉંદરોને પકડવામાં ખર્ચવામાં આવેલા 69.5 લાખ રૂપિયાના મામલામાં હવે ઇનકાર કર્યાનું સામે આવ્યું છે. આ ઇનકાર લખનૌ ડિવિઝન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. અહીં પદ પર કાર્યરત કરાયેલા વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રેખા શર્માએ કહ્યું કે, માહિતી ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ સમગ્ર મામલે સ્પષ્ટતા પણ આપવામાં આવી છે.

આ મામલે કરેલા ઇનકારમાં એવું કહેવામાં આવ્યું છે કે, લખનૌ ડિવિઝનમાં જંતુઓ અને ઉંદરોને નિયંત્રિત કરવાની જવાબદારી ગોમતીનગર સ્થિત મેસર્સ સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનની છે. જે ભારત સરકારના ઉપક્રમે કાર્યરત છે. આમાં જંતુઓ અને ઉંદરોને નિયંત્રિત કરવાના હેતુથી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેમાં ફ્લશિંગ, સ્પ્રે, સ્ટેબલિંગ અને મેઇન્ટેનન્સ, રેલવે લાઇનને વંદો જેવા જીવાતથી બચાવવા અને ઉંદરોને ટ્રેનના ડબ્બાઓની અંદર પ્રવેશતા રોકવાનો સમાવેશ થાય છે.

રેલવેએ જણાવ્યું હતું કે, 'આ પ્રકારની પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય માત્ર ઉંદરોને પકડવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો ફેલાવો થતો રોકવાનો પણ છે. લખનૌ ડિવિઝનમાં તૈયાર કરાયેલા તમામ કોચમાં કોકરોચ, ઉંદરો, બેડ બગ્સ અને મચ્છરોને કાબૂમાં લેવા માટે એન્ટી-કોકરોચથી સજ્જ કરવામાં આવ્યા છે.' મીડિયા રિપોર્ટ્સમાં તેની કિંમત 23.3 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. જ્યારે, 25 હજાર કોચમાં ઉંદરોને કાબૂમાં લેવા માટે ખર્ચ કરવામાં આવેલી રકમ પ્રતિ કોચ 94 રૂપિયા છે. રેલવેના ડબ્બામાં ઉંદરોથી થતા નુકસાનને ધ્યાનમાં રાખીએ તો આ ખર્ચ ખૂબ જ ઓછો છે.'

તેનો વાંધો નોંધાવતા લખનૌ ડિવિઝને કહ્યું, 'ઉંદર પર 41,000 રૂપિયા ખર્ચ થયાના મુદ્દાને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. ઉપરાંત, માહિતીને તોડી મરોડીને દર્શાવવામાં આવી છે અને ભારતીય રેલવેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી રજૂ કરવામાં આવી છે. એવી અપેક્ષા રાખીએ કે, સંબંધિત મીડિયા દ્વારા તેને સુધારીને બતાવવાની કાર્યવાહી કરવામાં આવશે.'

હકીકતમાં, આ માહિતી સાંસદના RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌર તરફથી માંગવામાં આવી હતી. તેમણે એક સાથે દેશના 5 રેલવે વિભાગો પાસેથી માહિતી માંગી હતી. જેમાં તેણે રેલવેને ઉંદરોને પકડવા માટે કેટલો ખર્ચ થાય છે તેની માહિતી માંગી હતી. જેમાં દિલ્હી, અંબાલા, લખનૌ, ફિરોઝપુર અને મુરાદાબાદનો સમાવેશ થાય છે. આ પાંચેય વિભાગો ઉત્તર રેલવે હેઠળ આવે છે. જો કે આ માહિતી ફક્ત લખનૌ ડિવિઝન દ્વારા જ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp