કરોડો રેલ યાત્રીઓને જલદી જ મળશે ખુશ ખબરી, ઘટવાનું છે વંદેભારતનું ભાડું

PC: livemint.com

જો ત્યાં વંદેભારત જેવી ભારતની સૌથી ફાસ્ટ અને અત્યાધુનિક ટ્રેનમાં મુસાફરી કરવાનું સપનું જોઈ રહ્યા છો, પરંતુ વધુ ભાડાના કારણે હિંમત કરી શકતા નથી તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. રેલવે ઓછા અંતરવાળી કેટલીક વંદે ભારત ટ્રેનોમાં સીટો ખાલી રહેવાની સ્થિતિને જોતા ભાડું ઓછું કરવા માટે ટિકિટોની કિંમતની સમીક્ષા કરી રહી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે ઓછા અંતરે મુસાફરોને મોંઘા ભાડાથી રાહત મળી શકે છે. અપેક્ષાકૃત ઓછા અંતરની કેટલીક વંદેભારત ટ્રેનોમાં સીટો પૂરી રીતે ભરાઈ શકતી નથી.

એવી સ્થિતિમાં રેલવે તેના ભાડાની સમીક્ષા કરીને ભાડાંમાં ઘટાડાની યોજના બનાવી રહી છે. ઈન્દોર-ભોપાલ, ભોપાલ-જબલપુર અને નાગપુર-બિલાસપુર જેવી વંદેભારત ટ્રેનોના ભાડાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ બધી ટ્રેનોમાં સીટો ઘણી હદ સુધી ખાલી ચાલી રહી છે. વંદેભારત ટ્રેનોમાં સીટો લગભગ ભરેલી હોય છે, પરંતુ કેટલીક ટ્રેનોમાં એવી સ્થિતિ નથી. એવી જ એક ટ્રેન નાગપુર-બિલાસપુર વંદેભારત ટ્રેન પણ છે જેની 55 ટકા સીટો જ ભરાયેલી રહે છે.

લગભગ સાડા પાંચ કલાકની સફરવાળી આ ટ્રેનને લઈને સામાન્ય ધારણા રહી છે કે ભાડું ઓછું કરવાથી તેને મુસાફરો માટે આકર્ષક બનાવી શકાય છે. આ પ્રકારે જૂનમાં ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસની માત્ર 32 ટકા સીટ ભરાતી હતી. લગભગ 4.5 કલાક લાંબી સફર નક્કી કરનારી આ ટ્રેનની AC ચેર કારનું ભાડું 1055 રૂપિયા છે, જ્યારે એક્ઝિક્યૂટિવ ચેર કારની ટિકિટનું ભાડું 1,880 રૂપિયા રાખવામાં આવ્યું છે. ભોપાલ- ઇન્દોર વંદેભારત ટ્રેનમાં માત્ર 29 ટકા સીટો ભરાતી હતી.

જ્યારે ઈન્દોર-ભોપાલ ટ્રેનમાં 21 ટકા સીટ અનામત હતી. લગભગ 3 કલાકની સફર નક્કી કરનારી આ ટ્રેનમાં AC ચેર કારનું ભાડું 950 રૂપિયા, જ્યારે એક્ઝિક્યૂટિવ ચેર કારનું ભાડું 1,525 રૂપિયા રાખવામાં આવ્યું છે. જાણકારોનું કહેવું છે કે, ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેનમાં ખાલી સીટોની મોટી સંખ્યાને જોતા તેના ભાડામાં સારો એવો ઘટાડો કરી શકાય છે. દેશની સૌથી આધુનિક અને તેજ ગતિવાળી વંદે ભારત ટ્રેનોની સૌથી લાંબી મુસાફરી લગભગ 10 કલાકની છે, જ્યારે સૌથી નાની મુસાફરી 3 કલાકની છે.

તેમાંથી કેટલીક ટ્રેનોમાં સીટો ખાલી રહેવાની સમસ્યા દૂર કરવા માટે ભાડાની સમીક્ષા કરવામાં આવી રહી છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારી કહ્યું કે, તેની પાછળ વિચાર એવો છે કે બધી વંદેભારત ટ્રેનમાં મુસાફરોને સુવિધાજનક સફરનો અવસર મળે. અમે સ્થિતિની સમીક્ષા કરી છે અને અમારું મંતવ્ય છે કે વંદેભારત ટ્રેન, ખાસ કરીને ઓછા અંતરવાળી ટ્રેનનું ભાડું ઘટાડી દેવામાં આવે, તો તે વધારે સારું કરી શકશે. અમે વિચારીએ છીએ કે વધુમાં વધુ લોકો આ ટ્રેનમાં સફર કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp