હવે જનરલ ડબ્બામાં 20 અને 50 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન, જાણો શું-શું હશે

PC: navbharattimes.indiatimes.com

દેશમાં રોજ 11 હજાર ટ્રેનો ચાલે છે અને કરોડો લોકો સફર કરે છે. મોટી સંખ્યામાં સામાન્ય લોકો જનાર ક્લાસમાં મુસાફરી કરે છે. AC ક્લાસમાં તો મુસાફરો માટે પેન્ટ્રી કારની સુવિધા રહે છે, પરંતુ જનરલ ક્લાસમાં ACની સુવિધા રહેતી નથી. પરંતુ હવે રેલવેએ જનરલ ક્લાસમાં સફર કરનારા મુસાફરોઓ માટે ખાસ સુવિધા શરૂ કરી છે. રેલવેના મુસાફરોઓની સુવિધા માટે બુધવારે ઘણી મહત્ત્વની જાહેરાત કરી છે. નવા નિર્ણય હેઠળ હવે જનરલ કોચના મુસાફરોઓ માટે સસ્તું ભોજન અને પેકેજ્ડ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, આ ભોજન પીરસનારા કાઉન્ટરોને જનરલ ડબ્બાઓને અનુરૂપ પ્લેટફોર્મ પર રાખવામાં આવશે. ભોજનને બે શ્રેણીઓમાં વહેચવામાં આવ્યું છે. ટાઇપ વનમાં 20 રૂપિયાની કિંમતમાં સૂકા બટેટા અને અથાણાં સાથે 7 પૂરીઓ સામેલ છે. ટાઇપ 2ના ભોજનની કિંમત 50 રૂપિયા હશે અને મુસાફરોને ચોખા, રાજમા, છોલે, ખિચડી, કુલ્ચા, ભટૂરા, પાવ ભાજી અને મસાલા ડોસા પીરસવામાં આવશે.

રેલવે બોર્ડે સંબંધિત અધિકારીઓને જનરલ સીટિંગ કોચો પાસે પ્લેટફોર્મ પર રાખવામાં આવતા કાઉન્ટરોના માધ્યમથી સસ્તું ભોજન અને સસ્તા પેકેજ્ડ પેયજળનું પ્રવધાન કરવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આદેશમાં કહેવામાં આવી છે કે, ભોજનનો પુરવઠો IRCTCની રસોઈ એકાઈઓથી કરવાનો છે. આ કાઉન્ટરોનું સ્થાન રેલવે ઝોન દ્વારા નક્કી કરવામાં આવશે. પ્લેટફોર્મ પર આ ખાસ કાઉન્ટરનું પ્રવધાન 6 મહિના અવધિ માટે પ્રાયોગિક આધાર પર કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધી આ પ્રાવધાન 51 સ્ટેશનો પર લાગૂ કરવામાં આવ્યું છે અને આજથી તે 12 વધુ સ્ટેશનો પર ઉપલબ્ધ હશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ કાઉન્ટરો પર 200 ML પીવાના પાણીના ગ્લાસ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેને મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ કોચોમાં જ્યાં મોટા ભાગે ભીડભાડ રહે છે.

શું છે GS કોચ?

GS કોચ સામાન્ય સીટિંગ કોચ કહેવાય છે. આ દ્વિતીય શ્રેણીનો અનારક્ષિત કોચ છે. સામાન્ય રીતે મેલ/એક્સપ્રેસ ટ્રેનો સહિત દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 2 GS કોચ હોય છે. એક લોકોમોટિવ પાસે વધુ એક ટ્રેનના અંતમાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp