કડકડતી ઠંઠીમાં ઠૂઠવાયા, હવે વરસાદ સાથે પડશે કરા, હવામાન વિભાગની આગાહી

PC: navbharattimes.indiatimes.com

દેશભરમાં ઠંડીએ પોતાનું જોર પકડ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) મંગળવારે આગાહી કરી હતી કે દિલ્લી સહિત અને રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ અને સાથે કરા પડી શકે. અને આ જ કારણે ફરી એકવાર ઠંડીમા આ રાજ્યો ઠુંઠવાશે. જો ગત વર્ષને ધ્યાનમાં લેતા આ શિયાળાની ઋતુમાં અત્યાર સુધી દિલ્હીમાં વરસાદ નોંધાયો નથી. પણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં દિલ્લીમાં વરસાદ પડી શકે છે. અને ઠંડીમાં પણ વધારો થઈ શકે છે.  

દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં આવતા અઠવાડિયે હળવોથી મધ્યમ વરસાદ અને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે કરા પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે આ માહિતી આપી.

IMDએ કહ્યું કે એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું કે "તેના પ્રભાવ હેઠળ, પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં 21 જાન્યુઆરીના શરૂઆતી કલાકોમાં વરસાદ અથવા બરફ શરૂ થવાની અને 23-24 જાન્યુઆરીએ ટોચની પ્રવૃત્તિ સાથે 25 જાન્યુઆરી સુધી તેના ચાલુ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 23 અને 24 જાન્યુઆરીએ જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ કરા પડવાની સંભાવના છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 23-24 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

દિલ્હીમાં આ શિયાળાની ઋતુમાં અત્યાર સુધી વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગનું કહેવું છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાષ્ટ્રીય રાજધાનીમાં વરસાદ ન થવાનું કારણ હતું. ગયા વર્ષે, શહેરમાં જાન્યુઆરીમાં 82.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1901 પછીના મહિનામાં સૌથી વધુ વરસાદ હતો. દિલ્હીના સફદરજંગમાં મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સોમવારે 1.4 ડિગ્રી હતું. ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં રોડ અને રેલ ટ્રાફિકને પણ અસર થઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp