પ્રેમ માટે હવે અંજૂએ પાર કરી સરહદ,2 બાળક-પતિને છોડી પ્રેમી પાસે પાકિસ્તાન પહોંચી

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા ખૂબ ચર્ચામાં છે. હવે ભારતથી પાકિસ્તાન પહોંચેલી એક છોકરીનીની તુલના સીમા હૈદર સાથે કરવામાં આવી રહી છે. અંજૂ નામની ભારતીય મહિલા પોતાના ફેસબુક પ્રેમી નસરુલ્લાહને મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્ખ્વા પહોંચી છે. રાજસ્થાનમાં અલવર જિલ્લાના ભિવાડી GIDC ક્ષેત્રમાં કામ કરનારી અંજૂ પોતાના પતિ અને 2 બાળકોને છોડીને પાકિસ્તાન પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી પાકિસ્તાનના નસરુલ્લાહ નામના યુવક સાથે મહિલાની મિત્રતા થઈ અને તે તેના પ્રેમમાં એટલી પાગલ થઈ કે પોતાના બે બાળકો અને પતિને છોડીને પાકિસ્તાન પહોંચી ગઈ.
પતિને ફોન કરીને માત્ર એટલું જણાવ્યું કે, તે લાહોરમાં છે અને પોતાની સખીને મળવા આવી છે. 3-4 દિવસમાં તે પાછી ભારત આવતી રહેશે, પરંતુ પાકિસ્તાની મીડિયામાં ભારતની આ મહિલા અરવિંદની પત્ની અંજૂ પહોંચવાના સમાચાર પ્રકાશિત થયા બાદ ભિવાડીમાં હાહાકાર મચી ગયો. રિપોર્ટ્સ મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ખરપુરા ગામના રહેવાસી અરવિંદની પત્ની અંજૂ 3 દિવસ અગાઉ લાહોર પહોંચી ગઈ. રવિવારે બાળકો સાથે જ્યારે વીડિયો કોલ પર વાત કરી તો તેણે જણાવ્યું કે, તે પોતાની સખીને મળવા લાહોર પહોંચી છે. ત્યારે તેના પતિ અને પરિવારજનોને ખબર પડી.
આ ક્રિશ્ચન પરિવાર છે અને અલવરના ટપૂકડાના ટેરા ઇજિલેસ સોસાયટીમાં રહે છે. આમ તો અરવિંદ વર્ષ 2005થી ભિવાડીમાં જોબ કરી રહ્યો છે અને તેના લગન વર્ષ 2007માં મધ્ય પ્રદેશના ગુના જિલ્લાની રહેવાસી અંજૂ સાથે થયા હતા. અંજૂ પણ ભિવાડીના ટપૂકડામાં એક કંપનીમાં જોબ કરે છે. અંજૂના પતિ અરવિંદે જણાવ્યું કે, મને માત્ર એટલી ખબર પડી કે તે પોતાની સખીને મળવા માટે લાહોર ગઈ છે. જ્યારે તેને પૂછ્યું કે પાકિસ્તાનમાં નસરુલ્લાહ નામના વ્યક્તિને મળવા ગઈ છે તો તેણે કહ્યું કે, મને આ સંબંધમાં કોઈ જાણકારી નથી. તેણે એ વાત ઇનકાર કરી દીધો કે તે પબ્જી રમે છે.
અંજૂએ અગાઉ જ પાસપોર્ટ બનાવી લીધો હતો અને તેના જૂના સરનામાથી પાસપોર્ટ બન્યો છે, એવી જાણકારી મળી છે. પતિને પત્ની લાહોર જવાની ભનક પણ ન લાગી અને ન તો આ વાતનો ઘરે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો. તેણે જણાવ્યું કે, આ અગાઉ તે ક્યારેય ઘરથી બહાર ગઈ નહોતી. એક વખત ફરીદાબાદ પોતાના સંબંધીને મળવા ગઈ હતી, પરંતુ હવે જ્યારે સાંભળ્યું કે પાકિસ્તાનમાં છે તો સંબંધમાં શું કહી શકું, પરંતુ હું આશા રાખું છું કે તે જલદી આવતી રહેશે કેમ કે તેણે જણાવ્યું છે કે, 3-4 દિવસમાં ભારત આવી જશે. અરવિંદની 15 વર્ષીય દીકરી અને 5 વર્ષનો દીકરો છે.
સૌથી મોટી વાત એ છે કે અંજૂએ પાકિસ્તાન જવા માટે એક નવો સીમ ખરીદ્યો હતો, જેનો નંબર પણ તેણે પોતાના પતિને ન આપ્યો. આ જાણકારી બાદ સ્થાનિક પોલીસ અને ઇન્ટેલિજેન્સ એજન્સીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને પૂછપરછ કરી રહી છે. DPO DIR બાલા મુશ્તાક ખાને પુષ્ટિ કરી કે છોકરીની ફેસબુક ફ્રેન્ડશીપ બાદ ભારતથી DIR આવી છે. છોકરીના સંબંધમાં તપાસ કરવામાં આવી રહી છે. છોકરી પોલીસ પાસે છે અને સુરક્ષા એજન્સીઓ છોકરીની તપાસ કરી રહી છે, જેવી જ છોકરીની જાણકારી મળશે, મીડિયાને સ્થિતિ બાબતે જાણકારી આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp