
રાજસ્થાનની દસમા ધોરણની એક વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાના દબાવમાં આત્મહત્યા કરી લીધી છે. સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે કહ્યું હતું કે, 'કદાચ તે 95 ટકા નહીં લાવી શકે, તે 10માં ધોરણથી પરેશાન થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર સ્યૂસાઇડ નોટ વાયરલ થઇ રહી છે. બાબા રામદેવથી લઇને ઘણા અધિકારી બાળકો પર પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાના પ્રેશર અને શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
શું લખ્યું છે સ્યૂસાઇડ નોટમાં?
સ્યૂસાઇડ નોટમાં છોકરીએ લખ્યું છે કે આઇ એમ સોરી મમ્મી-પપ્પા, મારાથી નહીં થઇ શકે. હું ન લાવી શકતી 95 ટકા, હું 10માં ધોરણથી પરેશાન થઇ ગઇ છું. મારાથી હવે વધુ સહન થતું નથી. આઇ લવ યુ મમ્મી-પપ્પા અને ઋષભ. સાથે જ છોકરીએ એમ પણ લખ્યું કે, આઇ એમ સો સોરી. આ પાત્રને શેર કરતા IRS અધિકારી દેવ પ્રકાશ મીણાએ પણ ટ્વીટ કરીને બાળકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો બાબા રામદેવે પણ શિક્ષણ પ્રણાલી પર સવાલ ઉઠાવ્યા છે.
कोई इन बच्चों को बताए कि मैं 10th में एक बार फैल हो गया था,अगली साल 43% से पास हुआ,12th में 56% और BA ऑनर्स में 48%. पढ़ाई शुरु की तो पहले प्रयास में #RAS अधीनस्थ सेवा में सिलेक्शन फिर #UPSC की सिविल सेवा में कुल 3 बार अंतिम रूप से चयनित हुआ.#share #शेयर #sucide #devprakashirs pic.twitter.com/VWtXna8knW
— Dev Prakash Meena (@DevprakasMeena) March 2, 2023
IRS અધિકારી દેવ પ્રકાશ મીણાએ લખ્યું કે, ફરી માર્ક્સની દોડની ભેટ ચડી ગઇ એક છોકરી, બાળકો પર એટલો દબાવ ન નાખો કે તે પોતાની જાતને જ સમાપ્ત કરી લે. બોર્ડની પરીક્ષા આવી રહી છે, બાળકોને આ બાબતે સતત સાંત્વના પ્રદાન કરતા રહો. બાબા રામદેવે લખ્યું કે, 'આ એક માસૂમની આત્મહત્યા નહીં, પરંતુ સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન છે. સોશિયલ મીડિયા પર અન્ય લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. @veereshabhartiya નામનો યુઝર લખે છે કે, એકદમ યોગ્ય, શિક્ષણ વ્યવસ્થામાં બદલાવની જરૂરિયાત છે.
आई एम सॉरी
— स्वामी रामदेव (@yogrishiramdev) March 4, 2023
पापा-मम्मी..मेरे से नहीं हो पायेगा।...
मैं नहीं बना पाती शायद 95%..
मैं परेशान हो गयी हूँ इस 10वीं क्लास से..😢
मेरे से अब नहीं सहा जाता..
आई लव यू पापा,मम्मी एंड ऋषभ..
आई एम सो सॉरी 😢
खुशबू
यह एक मासूम का #सुसाइडनोट नही बल्कि समूची शिक्षा व्यवस्था पर प्रश्नचिन्ह है। pic.twitter.com/dyAD54MCua
@Jayy2626 નામના યુઝરે લખ્યું કે, ખબર નહીં શું કરાવશે બાળકો પાસેથી 90 ટકા માર્ક્સ પ્રાપ્ત કરાવીને, જેમના 80 કે 85 ટકા કે 70-75 ટકા આવે છે શું તેઓ પોતાની જિંદગીમાં કંઇ કરી શકતા નથી? જરા પૂછો UPSC, PCS ક્લિયર કરનારાઓને તેમના 10માં અને 12માં ધોરણમાં કેટલા ટકા માર્ક્સ આવ્યા હતા 60/70 વાળા પણ અધિકારી બને છે. એક અન્ય યુઝરે લખ્યું કે, કોઇ બાળકની કુશળતા તપાસનું પ્રમાણ માર્ક્સ નહીં હોય શકે. આપણી શિક્ષણ નીતિમાં ખોટ છે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ શિક્ષણને પૂરી રીતે પૂંજીવાદી સિસ્ટમને આધિન કરી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp