
દેશમાં કોરોના ફરી એકવાર પોતાનું ઘાતક રૂપ લેતો દેખાઈ રહ્યો છે. સામાન્યથી લઈને ખાસ લોકો પણ હવે તેનાથી સંક્રમિત થવા માંડ્યા છે. આ એ જ સમય છે જ્યારે વર્ષ 2020 અને 21માં કોરોનાએ ખતરનાક રૂપ લઈ લીધુ હતું અને તેણે આધુનિકતાના દમ ભરનારા વ્યક્તિઓને અસલી હકીકતથી વાકેફ કરાવી દીધા હતા. લાખો લોકો માર્યા ગયા અને હજારો પરિવાર બરબાદ થઈ ગયા. હવે એકવાર ફરીથી માથુ ઉઠાવતો કોરોના સવાલ ઊભા કરી રહ્યો છે કે શું આપણે તેની સામે લડવા માટે તૈયાર છીએ કે નહીં.
ભારતમાં છેલ્લાં કેટલાક દિવસોમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્રના આંકડા તો ડરાવનારા છે. તેમજ આ બધા વચ્ચે સમાચાર આવ્યા છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજ્યના જ પૂર્વ CM વસુંધરા રાજે પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. બંને નેતાઓએ ટ્વીટ કરીને આ જાણકારી લોકો સાથે શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, કાલે જ અશોક ગેહલોત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે સૂરત આવ્યા હતા.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાક દિવસોમાં કોવિડના મામલા સતત વધી રહ્યા છે. હું પોતે પણ હળવા લક્ષણોની સાથે કોવિડથી સંક્રમિત થઈ ગયો છું. ડૉક્ટરોની સલાહ અનુસાર આવનારા થોડાં દિવસ મારા નિવાસ સ્થાનેથી જ કાર્ય ચાલુ રાખીશ. તમે બધા સાવધાની રાખજો તેમજ કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.
पिछले कुछ दिनों में देशभर में कोविड के मामले बढ़े हैं। मैं स्वयं भी हल्के लक्षणों के साथ कोविड से संक्रमित हो गया हूं। डॉक्टरों की सलाह के अनुसार अगले कुछ दिन निवास से ही कार्य जारी रखूंगा। आप सब सावधानी बरतें एवं कोविड प्रोटोकॉल का पालन करें।
— Ashok Gehlot (@ashokgehlot51) April 4, 2023
તો બીજી તરફ BJP નેતા અને રાજ્યના પૂર્વ CM વસુંધરા રાજે પણ કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે. તેમણે પણ ટ્વિટ કરતા કહ્યું કે, કોવિડની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચિકિત્સકોની સલાહ પર હું પૂર્ણરૂપથી ઓઇસોલેશનમાં છું. જે લોકો મારા સંપર્કમાં રહ્યા, તેઓ પણ પોતાની મેડિકલ તપાસ કરાવે અને સાવધાની રાખે.
कोविड की जांच में मेरी रिपोर्ट पॉजिटिव आई है।
— Vasundhara Raje (@VasundharaBJP) April 4, 2023
चिकित्सकों की सलाह पर मैं पूर्ण रूप से आइसोलेशन में हूं। जो लोग मेरे संपर्क में रहे, वे अपनी जांच करवाएँ और सावधानी बरतें।
જણાવી દઇએ કે, વસુંધરા રાજે 2 એપ્રિલના રોજ જ જયપુર સ્થિત BJP ના રાજ્ય મુખ્યાલય પર આયોજિત પાર્ટીની બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં રાજ્ય BJP પ્રમુખ સહિત સંગઠનના ઘણા મોટા નેતા સામેલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp