ઘૂંઘટમાં છુપાઈ હતી રાજસ્થાનની પહેલી મહિલા બૉડી બિલ્ડર, તાકાત જોઈ ચોંકી ગયો દેશ

PC: zeenews.india.com

રાજસ્થાનના બિકાનેરની રહેવાસી પ્રિયા સિંહના લગ્ન 8 વર્ષની ઉંમરમાં જ કરી દેવામાં આવ્યા હતા. અનુસૂચિત જાતિ સાથે સંબંધ ધરાવતી પ્રિયા સિંહને લગ્નનો અર્થ પણ નહીં ખબર હતો અને નહીં સાત ફેરાનો મતલબ જાણ્યો હતો. લગ્ન પછી થોડા વર્ષ માતા-પિતાની સાથે જ પ્રિયા સિંહ રહી અને ઘેટા-બકરા ચરાવ્યા. 5મા ધોરણ સુધી ભણેલી પ્રિયા સિંહે લગ્ન બાદ ઓપન બોર્ડમાંથી અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

પ્રિયા સિંહે ઘરની આર્થિક તંગી જોતા કામ કરવાનો નિર્ણય લીધો. કોઈના ઘરે ઝાડુ મારવાનું પોતા કરવાનું ગમતું નહીં હતું એટલે જીમમાં અરજી કરી. જીમમાં પ્રિયા સિંહની પર્સનાલિટીના કારણે તેને નોકરી મળી ગઈ અને અહીંથી જ પ્રિયાનું જીવન બદલાઈ ગયું. પ્રિયાએ જીમમાં ટ્રેનિંગ લીધી અને એક સફળ બોડી બિલ્ડર બની.

પ્રિયા સિંહે ત્રણ વખત મિસ રાજસ્થાન અને એક વખત આંતરરાષ્ટ્રીય ખિતાબ પણ પોતાના નામ પર કર્યો. પ્રિયાના મતે, એક મહિલાને બોડી બનાવવા માટે એક પુરૂષ કરતાં વધુ ડાયટ અને મહેનતની જરૂર પડે છે. એવામાં તેના પરિવારે તેને સાથ આપ્યો. જેના કારણે તે આજે એક સફળ જીમ ટ્રેનર છે. બે બાળકોની માતા, પ્રિયા સિંહ ઘર અને જીમ બંને વચ્ચે બેલેન્સ બનાવીને ચાલે છે, જેમાં તેની પુત્રી અને પતિ હંમેશા તેને સપોર્ટ કરે છે.

પ્રિયા સિંહે જિમની ટ્રેનિંગ દરમિયાન જ જાણ્યું કે, બોડી બિલ્ડીંગની સ્પર્ધા પણ થાય છે. તેને ખબર પડી કે, રાજસ્થાનથી કોઈ મહિલા બોડી બિલ્ડર નથી. સ્પર્ધા દરમિયાન પ્રિયા સિંહે જોયું કે, મહિલા સ્પર્ધકોને સ્પોર્ટ્સની નજરથી અને સન્માનની નજરથી જોવામાં આવી રહી હતી. બસ આ વાત જ પ્રિયાના દિલમાં વસી ગઈ. પ્રિયા સિંહે બોડી બિલ્ડર બનવાની તૈયારી શરૂ કરી દીધી અને તે રાજસ્થાનની પહેલી મહિલા બોડી બિલ્ડર બની. 

દલિત પરિવારમાંથી આવતી પ્રિયાની કહાની સાંભળીને ભલે દરેક લોકો ગર્વની લાગણી અનુભવે, પરંતુ આટલો મોટું મેડલ જીત્યા બાદ પણ પ્રિયાની અવગણનાનો કિસ્સો સામે આવ્યો છે. ભીમ આર્મીના ચીફ ચંદ્ર શેખર આઝાદે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતવા છતાં પ્રિયા સિંહને સરકાર અથવા રમતપ્રેમીઓ તરફથી તે માન-સન્માન નથી મળ્યું, જેની તે હકદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp