બેથી વધુ બાળકો થવા પર સરકારી નોકરી જવાના ડરથી માતા-પિતાએ જ કરી દીકરીની હત્યા

PC: khabarchhe.com

રાજસ્થાનના બિકાનેરમાં 5 મહિનાની છોકરીને નહેરમાં ફેકી દેવાની ઘટના સામે આવી છે. માસૂમને કોઇ બીજાએ નહીં, પરંતુ તેના માતા-પિતાએ જ ફેકી દીધી હતી. વધારે પરેશાન કરનારી વાત એ છે કે જઘન્ય અપરાધ તેના પિતાએ પોતાની સરાકરી નોકરી બચાવવા માટે કર્યું. કોન્ટ્રાક્ટ પર મળેલી સરાકરી નોકરીમાં પરેશાનીથી બચવા માટે પિતા ઝંવરલાલે દીકરી અંશિકા ઉર્ફ અંશુને મારી નાખી. પોલીસે આરોપી પિતા અને માતા બંનેની ધરપકડ કરી લીધી છે.

ઘટના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઝંવરલાલ ચાંડાસર ગામમાં વિદ્યા સહાયકના પદ કર કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. પોલીસ અધિક્ષક યોગેશ યાદવે જણાવ્યું કે, ઝંવરલાલે આ ઘટનામાં પોતાની પત્નીને પણ સામેલ કરી લીધી હતી. તેઓ બે દિવસ અગાઉ જ છત્તરગઢ સ્થિત પોતાના સાળાના ઘરે ગયા હતા. રવિવારે સાંજે CHD સ્થિત સાળાના ઘરથી પાછો દિયાતરા જતી વખત દીકરીને રસ્તામાં નહેરમાં ફેકી દીધી. પછી અંહીથી દિયાતરા માટે રવાના થઇ ગયો.

ઝંવરલાલ બાઇક પર પોતાની પત્ની અને બે બાળકો સાથે હતો. રવિવારે સાંજે 5 વાગ્યે દંપતીએ 5 મહિનાની દીકરીને ઇન્દિરા ગાંધી નહેર રોજેક્ટ (IGNP)માં ફેકી દીધી. માસૂમ દીકરીને ફેકતી જોઇને કેટલાક લોકોએ બૂમ પાડી તો બાઇક સવાર ભાગી ગયા. લોકોએ છોકરીને નહેરમાંથી બહાર કાઢી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ચૂક્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ છત્તરગઢ અને ખાજુવાળા એરિયામાં નાકાબંદી કરી દેવામાં આવી.

જ્યાં ખાજુવાળાના ટ્રેની સબ ઇન્સ્પેક્ટર મુકેશ કુમારે દંપતીની બાઇક રોકી. પૂછપરછ કરવા પર ઝંવરલાલે સાળાના ઘરથી આવતો હોવાનું કહ્યું. શંકા જતા મુકેશ કુમારે તેમનો ફોટો ખેચી લીધો. બાઇકનો પણ ફોટો લીધો. ઝંવરલાલના આધાર કાર્ડનો પણ ફોટો મોબાઇલથી ખેચી લીધો. ત્યારબાદ જવા દીધા. ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણકારી મળી તો દિયાતરાથી ઝંવરલાલ બાબતે જાણકારી લેવામાં આવી. ત્યારબાદ દંપતીની ધરપકડ કરવામાં આવી.

ઝંવરલાલને આશા હતી કે તે જલદી કાયમી થઇ જશે. નોકરીમાં શરત છે કે બે કરતા વધુ સંતાન ન હોવા જોઇએ. જો કે, એક છોકરીને નહેરમાં ફેક્યા બાદ પણ તેના 3 સંતાન છે. તેમાં એક દીકરી તેના મોટા ભાઇએ દત્તક લઇ રાખી છે. તેમનું કહેવું છે કે દુર્ઘટનાવશ જ છોકરી નહેરમાં પડી ગઇ. ઝંવરલાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પોતાના બે સંતાન હોવાનું શપથપત્ર આપ્યું હતું. તેને આશંકા હતી કે બે કરતા વધુ બાળકો થવા પર કાયમી નહીં થાય. એવામાં તેણે એક છોકરીને નહેરમાં ફેકીને મારી નાખી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp