સરકારી સ્કૂલમાં રેપ, પોર્ન દેખાડી બાળકીઓનું શોષણ કરતો હેડમાસ્ટર

PC: newindianexpress.com

રાજસ્થાનના ડૂંગરપુરના એક ગામની સરકારી સ્કૂલમાંથી બાળકીઓના રેપનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં શાળાના હેડમાસ્ટર રમેશચંદ્ર કટારાએ કઠિતપણે ઘણી બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું છે. આ બાળકીઓની ઉંમર 8 થી 12 વર્ષની વચ્ચેની છે. પોલીસે 55 વર્ષીય રમેશચંદ્રના મોબાઈલમાંથી બાળકીઓના ઘણાં વિચલિત કરતા ફોટા અને વીડિયો પણ પ્રાપ્ત કર્યા છે.

સમાચાર એજન્સીની રિપોર્ટ અનુસાર, ડૂંગરપુર પોલીસે આ કેસમાં 1500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. જેને 24 જુલાઈના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. પોલીસે આ ચાર્જશીટમાં ઘણી બાળકીઓ સાથેના રેપની વાત કહી છે.

ડીએસપી રાકેશ શર્માએ મીડિયાને જણાવ્યું કે, 1500 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં લગભગ 1000 પાનામાં મોબાઈલ ફોનની લોકેશનની ડિટેલ છે. રાકેશચંદ્ર રજાના દિવસે પણ બાળકીઓને સ્કૂલે બોલાવતો હતો. લોકેશન રિપોર્ટથી તેની પુષ્ટિ થઇ ગઇ છે. આ ઉપરાંત બાળકીઓના નિવેદનો, મેડિકલ રિપોર્ટ, પુરાવા પણ પોલીસ દ્વારા ચાર્જશીટમાં લગાવવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે, રમેશચંદ્રના ફોનને જપ્ત કરી તેને તપાસ માટે FSL મોકલી આપવામાં આવ્યો હતો. લગભગ દોઢ મહિના પછી પોલીસને મોબાઈલ ફોનની રિપોર્ટ મળી છે. ફોનમાંથી ઘણી આપત્તિજનક વસ્તુઓ પણ મળી આવી છે. આ તપાસ રિપોર્ટમાં મોબાઈલમાંથી બાળકીઓની આપત્તિજનક તસવીરો રિકવર કરવામાં આવી છે. આ તસવીરો આરોપી રમેશચંદ્રના ઘરની છે.

આ કિસ્સો 31 મેના રોજ સામે આવ્યો હતો. સ્થાનિક લોકોનો આરોપ છે કે, શાળામાં ઉનાળું વેકેશન હોવા થતાં હેડ માસ્ટર બાળકીઓને સ્કૂલે બોલાવતો હતો. તે બાળકીઓને પોર્ન ફિલ્મ બતાવતો હતો અને ત્યાર પછી બાળકીઓને રૂમમાં લઈ જઈ તેમની સાથે રેપ કરતો હતો. એવો પણ આરોપ છે કે હેડ માસ્ટર નાની બાળકીઓને ગાડીમાં બેસાડી 10 કિમી દૂર પોતાના ઘરે પણ લઈ જતો હતો અને ત્યાં પણ તેમનું યૌન શોષણ કરતો હતો. તે બાળકીઓને ચિપ્સ અને ચોકલેટની લાલચ આપીને પરિવારને કશું પણ ન કહેવાનું કહેતો હતો. જો બાળકીઓ આનાથી ન માનતી તો તેમને ધમકાવતો પણ હતો.

29 મેના રોજ એક બાળકી શાળાએથી પરત ફરી તો તેણે માતાને પેટમાં દુખાવાની ફરિયાદ કરી. માએ દવા આપી. બીજા દિવસે બાળકીએ શાળાએ જવાની ના પાડી. તેને કારણ પૂછવામાં આવ્યું તો બાળકીએ કહ્યું કે તેને પેશાબની જગ્યાએ બળતરા થઇ રહી છે. જ્યારે માતાએ જોયું તો ત્યાં ઘા હતા. ત્યાર પછી બાળકીએ રમેશચંદ્રની કરતૂતો કહી. 31 મેના રોજ ગામના લોકોએ રમેશચંદ્ર સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી. પોલીસે 3 જૂનના રોજ કટારાની ધરપકડ કરી. ત્યાર પછી આરોપીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp