26th January selfie contest

મહિલા પોલીસ અધિકારીએ 2 કરોડની લાંચ માગેલી, 25 લાખનો પહેલો હપ્તો...

PC: India.postsen.com

લાંચ લેવામાં હવે મહિલા અધિકારીઓ પણ પાછળ રહેતી નથી.રાજસ્થાનમાં મહિલા એડિશનલ SPએ 2 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી, ACB ટીમ દ્રારા મહિલા અધિકારીના 5 સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ABCએ મહિલા પોલીસ અધિકારીની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે.

રાજસ્થાનની એન્ટિકરપ્શન બ્યૂરોની જયપુર ટીમે ફરી એક વાર ભ્રષ્ટ અધિકારીને સંકજામાં લીધા છે.રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની એડિશનલ SP દિવ્યા મિત્તલ સાથે જોડાયેલો છે. ABCની ટીમે દિવ્યા મિત્તલના અજમેર, જયપુર, ઉદયપુર અને જુંજુનુના સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એક NDPSના કેસમાં નામ હટાવવા માટે દિવ્યા મિત્તલે 2 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. આ પહેલાં પણ ACBએ દિવ્યાને ટ્રેપમાં ફસાવવાની કોશિશ કરી હતી, પરંતુ ટ્રેપ ફેઇલ ગઇ હતી. હવે સોમવારે ACBએ કાર્યવાહી કરી છે.

અજમેરમાં કરોડો રૂપિયાની પ્રતિબંધિત નસીલી દવાના પ્રકરણમાં તપાસ અધિકારી  દિવ્યા મિત્તલને ACBએ સંકજામાં લીધી છે. એસીબી એડિશનલ SP બજરંગ સિંહે કહ્યું હતું કે ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે આ આરોપી બનાવવાની ધમકી આપીને તપાસ અધિકારી દિવ્યા મિત્તલે 2 કરોડ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

મિત્તલ પર આરોપ છે કે એક દલાલના માધ્યમથી પીડિત ફરિયાદીને ઉદયપુરમાં પોતાના રિસોર્ટમાં બોલાવ્યો હતો. આખો દિવસ ટોર્ચર કરવામાં આવ્યો હતો. એ પછી મજબુરીમાં 1 કરોડ રૂપિયા આપવોના વાયદો કર્યો પછી ત્યાંથી મૂક્ત થઇ શક્યો હતો. ફરિયાદીએ કહ્યુ કે પહેલાં હપ્તા તરીકે 25 લાખ રૂપિયા દલાલને આપ્યા હતા. આ રકમ દલાલ અજમેરમાં દિવ્યાને આપવાનો હતો, પરંતુ શંકા જતા આ રકમ આપી નહોતી. ABCની ટ્રેપ ફેઇલ થઇ ગઇ હતી.

હવે આઉટપોસ્ટની લાંચની માંગણીની ખરાઈ થતાં ACBને કોર્ટના આદેશથી સર્ચ વોરંટ મળ્યું હતું. અને દિવ્યા મિત્તલના તમામ સ્થળો પર એક સાથે સર્ચ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા અજમેરમાં 11 કરોડ રૂપિયાના પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલામાં રામગંજ અને અલવર ગેટ પોલીસે 4 કેસ નોંધ્યા હતા. એક પછી એક અધિકારીઓની બદલી થવાને કારણે કેસ SOGને સોંપવામાં આવ્યો હતો.

અધિકારીઓના મસમોટા પગાર હોવા છતા અનેક ભ્રષ્ટ અધિકારીઓ લાખો કરોડો રૂપિયાની લાંચ લેતા પકડાયા છે, પરંતુ હજુ પણ તેમને સજાનો કોઇ ડર લાગતો હોય તેવું લાગતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp