આ કટ્ટર હિંદુ નેતાને રાજસ્થાનના યોગી કહેવામાં આવે છે, ભાજપે આપી છે ટિકિટ
ભાજપે રાજસ્થાન વિધાનસભા માટે ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં અલવરથી સાંસદ બાબા બાલક નાથનું નામ પણ સામેલ છે. બાબા બાલક નાથ, નાથ સંપ્રદાયના મસ્તનાથ મઠના મહંત પણ છે. આ કારણે તેઓ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવી વેશભૂષા રાખે છે અને તેમની જેમ જ ફાયરબ્રાન્ડ છે. એટલે રાજકીય ગલિયારામાં તેમને ‘રાજસ્થાનના યોગી’ કહેવામાં આવે છે. ભાજપે રાજસ્થાનમાં 7 સાંસદોને વિધાનસભાની ટિકિટ આપી છે. આ સાંસદોમાં રાજ્યવર્ધન સિંહ રાઠોર જેવા દિગ્ગજોનું નામ સામેલ છે.
બાબા બાલક નાથ અલવરથી સાંસદ છે. એ સિવાય પોતાની ફાયરબ્રાન્ડ છબીના કારણે પણ તેઓ જનતામાં ખૂબ લોકપ્રિય છે. જો રાજકીય પકડની વાત કરીએ તો અલવરની સીટ પર તેમનું વર્ચસ્વ છે જ, સાથે-સાથે પાડોશી રાજ્ય હરિયાણામાં પણ તેમની અસર છે. બાબા બાલકનાથ, યાદવ એટલે કે OBC સમુદાયથી સંબંધ ધરાવે છે. દક્ષિણી હરિયાણામાં આ સમુદાયની વસ્તી ઘણી છે. એવામાં આ વિધાનસભાની ચૂંટણી સાથે-સાથે લોકસભાની ચૂંટણી અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને બાબા બાલક નાથના પ્રભાવનો ફાયદો મળશે.
ગત દિવસોમાં તેઓ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પણ ગયા હતા. અહીં તેમણે યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં ગોરખપુર મંદિરમાં બ્રહ્મલીન મહંત દિગ્વિજયનાથની 54મી અને રાષ્ટ્રસંત બ્રહ્મલીન મહંત અવૈદ્યનાથની 9મી પુણ્યતિથિના આયોજનમાં પણ હિસ્સો લીધો હતો. બાબા બાલક નાથ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં અલવરથી ભાજપના ઉમેદવાર હતા. એ વર્ષે તેમણે અહીંથી કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર ભંવર જિતેન્દ્ર સિંહને ખૂબ મોટા અંતરથી હરાવી દીધી હતી. ત્યારબાદ જ બાબા બાલક નાથનું નામ રાજસ્થાનના રાજકારણમાં ઉભર્યું છે. આ વખત પણ જે પ્રકારે ભાજપે બાબા બાલક નાથનો ઉપયોગ કર્યો છે, તે કોંગ્રેસ માટે ખૂબ મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અલવરમાં જીત બાદ બાબા બાલક નાથે પોતાની સક્રિયાતથી ખૂબ સારી પકડ બનાવી લીધી છે. બાબા બાલક નાથનું હાલમાં જ પ્રમોશન પણ થયું છે. ત્યારે ભાજપે રાજસ્થાનમાં નવી ટીમ બનાવી હતી. એ ટીમમાં બાબા બાલક નાથને ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી હતી. થોડા સમય અગાઉ તેમનો એક વીડિયો પણ ચર્ચામાં આવ્યો હતો, જેમાં તેમણે પોલીસ સ્ટેશનામાં ઘૂસીને એક DSPને ધમકાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp