ગર્ભવતી આદિવાસી મહિલાને પતિએ નગ્ન કરીને બાઇક પર ફેરવી, 8ની ધરપકડ

PC: aajtak.in

રાજસ્થાનથી એક 20 વર્ષની મહિલા પર જે અત્યાચારની ઘટના સામે આવી છે તે ચોંકાવનારી અને કંપાવનારી છે. આજના જમાનામાં પણ મહિલાઓ પર અત્યાચાર થઇ રહ્યા છે તેનો આ દાખલો છે. આ મહિલા પ્રેમા સાથે ભાગી ગઇ હતી અને તે પછી પતિ અને સાસરિયાના લોકો મહિલાને શોધી લાવ્યા અને ગામમાં લાવીને બાઇક પર નગ્ન કરીને ફેરવી હતી. એટલું જ નહી, પરંતુ મહિલાને માર પણ મારવામાં આવ્યો હતો. મહિલા ગર્ભવતી છે તેનો પણ ખ્યાલ રાખવામાં ન આવ્યો. ભલે, મહિલાએ પ્રેમી સાથે ભાગવાની ભૂલ કરી હોય, પરંતુ આ રીતે અત્યાચાર કરવાનો કોઇને હક નથી,એના માટે કોર્ટ અને કાયદો છે.

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં 20 વર્ષની આદિવાસી મહિલાની નગ્ન કરીને ફેરવવામાં આવી હતી અને તેણી પર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કેસમાં, FIR નોંધ્યા પછી, પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે.FIRમાં 10 લોકોના નામ છે.પતિએ પોતાની પત્નીને નિર્વસ્ત્ર કરીને બાઇક પર આખા ગામમાં ફેરવી હતી.

રાજસ્થાનના પ્રતાપગઢમાં ગર્ભવતી મહિલાને નિવર્સ્ત્ર કરીને ફેરવવાના કેસમાં પોલીસે 8ની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી કાન્હા, નેતિયા અને બેનિયાને ઇજા થઇ હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે કહ્યુ કે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસથી બચવાના ચક્કરમાં મુખ્ય આરોપી અને મહિલાનો પતિ નેતિયાનો ટાંટિયો ભાંગી ગયો હતો.

DGP ઉમેશ મિશ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, મહિલાએ તેના પતિની સાથે અન્ય 10 લોકો સામે ફરિયાદ કરી છે.

મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે આરોપીઓ તેને બાઇક પર નિવર્સ્ત્ર બેસાડીને આખા ગામમાં ફેરવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો હતો.

પોલીસે કહ્યું હતું કે રાજસ્થાનના પ્રતાપગઢની આદિવાસી મહિલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. એ પછી તેનો પતિ પત્નીને શોધી લાવ્યો હોત અને મહિલાના સાસરીયાઓની મદદથી મહિલાને બાઇક પર આખા ગામમાં નગ્ન ફેરવી હતી એટલું જ નહીં, પાછું આ ઘટનાનો વીડિયો પણ વાયરલ કરી દીધો હતો. મહિલા ગર્ભવતી હતી.

આ ઘટનામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે પિયર અને સાસરિયા વચ્ચેના વિવાદને કારણે મહિલા સાથે ઘટના બની છે. આ ઘટનામાં આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાવમાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp