55 વર્ષના વરરાજાએ કર્યા 25 વર્ષની યુવતી સાથે લગ્ન, કારણ જાણી તમે કરશો વખાણ
રાજસ્થાનના દૌસા જિલ્લામાં થયેલા એક અનોખા લગ્ન હવે ચર્ચામાં છે કેમ કે લગ્ન કરનારો વરરાજો 55 વર્ષનો છે અને દુલ્હનની ઉંમર તેનાથી અડધી એટલે કે 25 વર્ષની છે. તો યુવતી સાથે લગ્ન કરનારા 55 વર્ષીય વ્યક્તિના તેના ગામમાં ખૂબ વખાણ થઇ રહ્યા છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ લગ્નમાં શું હતું ખાસ.
દૌસા જિલ્લાના લાલસોટના નવરંગપુરા ગામના રહેવાસી બલ્લૂ રામ ઉર્ફ બલરામના લગ્ન નાપાના બાસની રહેવાસી વિનિતા સાથે 3 મેના રોજ ખૂબ ધામધૂમ સાથે થયા. હવે આ લગ્નની ચર્ચા આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા છે કેમ કે વરરાજાની ઉંમર 55 વર્ષ છે તો દુલ્હનની ઉંમર 25 વર્ષની છે. લગ્ન પાછળનું કારણ પણ હેરાન કરી દેનારું છે. દુલ્હન દિવ્યાંગ છે અને તે ચાલવામાં પૂરી રીતે અસમર્થ છે, તો બલ્લૂ રામ પૂર્ણ રૂપે સ્વાસ્થ છે.
કહેવામાં આવી રહ્યી છે કે છેલ્લા 31 વર્ષથી બલ્લૂ ગામમાં ઉપસ્થિત મંદિરમાં ભગવાન શિવની પૂજા અર્ચનામાં લાગ્યો છે અને ભગવાન શિવની ભક્તિના કારણે તેણે મનમાં ક્યારેય લગ્ન કરવાનું વિચાર્યું નહોતું. બલ્લૂ રામની 7 બહેનો છે, પરંતુ ઉંમરના પડાવમાં તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. પછી બલ્લૂ માટે પરિવાર અને સંબંધીઓએ છોકરી શોધવાની શરૂઆત કરી દીધી. એક દિવસ બલ્લૂને જાણકારી મળી કે નાપાના બાસની રહેવાસી વિનિતા દિવ્યાંગ છે અને તેના લગ્ન થઈ રહ્યા નથી. એવામાં 31 વર્ષ સુધી ભગવાન શિવની સેવા કરનારા બલ્લૂ રામે વિનિતા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.
બીજી તરફ વિનિતાના પરિવારનું કહેવું હું કે, વિનિતા જ્યારે 12 વર્ષની હતી ત્યારે આંગણમાં આવેલા ઝાડથી નીચે પડતા કરોડરજ્જુના હાડકાંમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. વર્ષો સુધી તેની સારવાર કરાવવામાં આવી, પરંતુ વિનિતાની કમર નીચેના હિસ્સાએ કામ કરવાનું બંધ કરી દીધું. દીકરીના દિવ્યાંગ હોવાના કારણે તેના લગ્ન થઈ શકતા નહોતા. પરિવાર મુજબ, વચ્ચે તેના માટે સંબંધ આવ્યો હતો, પરનું એ છોકરો પણ દિવ્યાંગ હતો. એવામાં વિનિતાનો ખ્યાલ કોણ રાખતું, તેની સમસ્યા સામે ઊભી થઈ રહી હતી, પછી જ્યારે બલ્લૂ રામના સંબંધ આવ્યા તો અમે લોકો રાજી થઈ ગયા.
બંને પરિવાર બલ્લૂ અને વિનિતાના લગ્ન નક્કી કર્યા અને પછી 3 મેના રોજ બંનેના લગ્ન પુરા રીત-રિવાજો સાથે કરાવવામાં આવ્યા. બલ્લૂ શેરવાની અને સાફો પહેરીને દુલ્હનને લેવા પહોંચ્યો હતો. વિનિતાના પરિવારની મહિલાઓએ બલ્લૂનું સ્વાગત કર્યું અને લગ્નના રીત-રિવાજ નિભાવ્યા. ફેરાઓ વખત વિનિતાને તેના ભાઈએ ખોળામાં ઉઠાવી હતી. એવામાં બલ્લૂ અને વિનિતાએ અગ્નિ સાથે ફેરા લીધા. ત્યારબાદ લગ્નના બાકી રિવાજોને નિભાવ્યા.
હવે આ લગ્નથી બંને પરિવારો સાથે સાથે આખા ગામના લોકો ખૂબ ખુશ છે. ગામના લોકો બલ્લૂ રામના વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે બલ્લૂ રામના આ નિર્ણયથી દિવ્યાંગ છોકરીની જિંદગી સુધરી ગઈ. બલ્લૂ રામનું કહેવું છે કે ભગવાનની સેવા 31 વર્ષોથી કરી રહ્યો છું. ક્યારેય લગ્ન બાબતે વિચાર્યું નહોતું. એવામાં વિનિતા બાબતે જાણકારી મળી તો તેની સાથે લગ્ન કરી લીધા. એ પણ એક પ્રકારની સેવા છે. વિનિતાનો સહારો મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp