મહિલા સરકારી અધિકારીએ ખરીદ્યા કરોડોના 26 ફ્લેટ, બે દિવસમાં થયું રજિસ્ટ્રેશન
રાજસ્થાનમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. આ મહિલા અધિકારીએ એક વર્ષમાં 26 ફ્લેટ ખરીદ્યા છે અને તે તમામનું રજિસ્ટ્રેશન માત્ર બે દિવસમાં થઈ ગયું છે. સરકારી મહિલા અધિકારી જ્યોતિ ભારદ્વાજ જયપુર સચિવાલયમાં સરકારી સચિવના પદ પર છે.
ગયા વર્ષે તેણે ખરીદેલા 26 ફ્લેટમાંથી 15 ફ્લેટ તેમના પોતાના નામે નોંધાયેલા હતા, જ્યારે 11 ફ્લેટ તેમના પુત્ર રોશન વશિષ્ઠના નામે નોંધાયેલા હતા. આ મામલો સામે આવ્યા પછી બિલ્ડરે કહ્યું કે, તેની સાથે છેતરપિંડી થઈ છે અને આ મામલો હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યારે મહિલા અધિકારીનો સંપર્ક થઈ શક્યો નથી.
જયપુર સચિવાલયમાં કામ કરતી મહિલા અધિકારી જ્યોતિ ભારદ્વાજ સરકારી સચિવની પોસ્ટ પર પર્સનલ વિભાગમાં કામ કરી રહી છે. તેમને સ્ટોરમાં સામાન ખરીદવાના ઈન્ચાર્જ પણ બનાવવામાં આવ્યા છે. તેણે લાંબા સમય સુધી અલવરમાં જિલ્લા કોષાધ્યક્ષ અને મત્સ્ય યુનિવર્સિટીમાં નાણાકીય નિયંત્રકનું પદ પણ સંભાળ્યું છે.
કર્મચારીઓએ દર વર્ષે તેમની મિલકતની માહિતી સરકારને આપવાની હોય છે. જેમાં મહિલા અધિકારીએ મિલકતની વિગતોમાં ત્રણ મકાનોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાંથી એક તેમના પતિના નામે છે. પતિ પાસે આના પર લોન ચાલી રહી છે, જ્યારે તેણે પોતાના નામે બે બતાવ્યા હતા. દસ્તાવેજોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તે મકાન પણ લોન પર લેવામાં આવી હતી. બીજી તરફ, 4-5 માર્ચ, 2022ના રોજ સબ રજિસ્ટર ઓફિસ, જયપુરમાં રૂ. 4 કરોડ 71 લાખની કિંમતના 26 ફ્લેટ નોંધાયા હતા અને તેના માટે રૂ. 30 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી હતી.
આ સમગ્ર મામલો સામે આવ્યા પછી સમગ્ર રાજ્યમાં જ્યોતિ ભારદ્વાજ ચર્ચાનો વિષય બની છે. નોંધણી સમયે, ફ્લેટ માટે ચેક દ્વારા ચુકવણી કરવામાં આવી હતી, પરંતુ ચેક હજુ સુધી બેંકમાં જમા થયો નથી. રજિસ્ટ્રી અનુસાર, ગઈકાલે 5 માર્ચ, 2022ના રોજ જ્યોતિ ભારદ્વાજના નામે 2.74 કરોડ રૂપિયા નોંધાયા હતા. તેના બદલામાં 17.8 લાખની સ્ટેમ્પ ડ્યુટી આપવામાં આવી હતી.
જેમાં ફ્લેટ નંબર 1205, 1207, 1203, 1204, 1214, 1216, 1007, 1014, 1015, 1016, 1104, 1105, 1115, 1116 અને 1119નો સમાવેશ થાય છે, જ્યારે 4 માર્ચ 2022માં પુત્રના નામની નોંધણી કરવામાં આવી હતી. ફ્લેટની કિંમત 1.97 કરોડ રૂપિયા હતી અને 12.24 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી. તેમાં ફ્લેટ નંબર 707, 714, 804, 807, 814, 816, 904, 1008, 919, 1004, 916નો સમાવેશ થાય છે.
આ અંગે બિલ્ડરનો સંપર્ક કરવામાં આવતા બિલ્ડરે જણાવ્યું હતું કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ મામલો કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. તેના તમામ ચેક બાઉન્સ થયા છે. આવી સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં આ મહિલા અધિકારીઓ ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર તેની પ્રોપર્ટીની ચર્ચા થઈ રહી છે. સરકારી કર્મચારીઓના વ્યવહાર અને કામકાજ પર સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં આરોપી અધિકારી સામે નાણાકીય અનિયમિતતા અને અપ્રમાણસર સંપત્તિના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp