- National
- પાકિસ્તાનઃ અંજૂ ઈસ્લામ ધર્મ અપનાવી ફાતિમા બની નિકાહ કર્યા, મેહરમાં 10 તોલા સોનું
પાકિસ્તાનઃ અંજૂ ઈસ્લામ ધર્મ અપનાવી ફાતિમા બની નિકાહ કર્યા, મેહરમાં 10 તોલા સોનું
ફેસબુક પર મિત્રતા પછી પાકિસ્તાન પહોંચેલી અંજૂ મીણાએ નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. પાકિસ્તાન પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે અંજૂએ ધર્મ પરિવર્તન કરી લીધું છે અને પોતાનું નામ ફાતિમા રાખ્યું છે. અંજૂનો નિકાહનામા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
અંજૂ બની ફાતિમા, તેનું કબૂલનામુ
આ સોંગધનામામાં અંજૂ તરફથી નસરુલ્લાહને કાયદાકીય રીતે પોતાનો પતિ સ્વીકારવાની વાત કરી છે. આમા લખ્યું છે, મારું પહેલા નામ અંજૂ હતું અને હું ઈસાઈ ધર્મથી હતી. મેં મારી મરજીથી ઈસ્લામને કબૂલ કર્યું છે. જેમાં કોઈની પણ જબરદસ્તી સામેલ નથી. હું નસરુલ્લાહને પસંદ કરું છું અને તેના માટે હું ભારત છોડી પાકિસ્તાન આવી છું. મારી મરજીથી મેં નસરુલ્લાહ સાથે મેહરમાં 10 તોલા સોનાની સાથે નિકાહ કર્યા છે. તે મારો લીગલ પતિ છે. આ જ મારું નિવેદન છે. જેમાં કશું પણ છુપાયેલ નથી.

પાકિસ્તાન પોલીસ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે અંજૂથી ફાતિમા બનેલી મહિલાએ નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. તો બીજી તરફ આ બંને પ્રેમીઓના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એવું લાગે છે કે બંનેએ પ્રીવેડિંગ શૂટ કરાવ્યું છે. એ પણ જોઇ શકાય છે કે અંજૂએ બુરખો પહેર્યો છે.
અંજૂમા પતિએ શું કહ્યું
જણાવીએ કે અંજૂના પિતા ગ્વાલિયરની પાસે ટેકનપુરમાં રહે છે. અંજૂ પાંચ બહેનોમાથી સૌથી મોટી બહેન છે. તેનો ઉછેર ઉત્તર પ્રદેશના જાલૌનમાં નાના-નાનીને ત્યાં થયો છે. બલિયાના રહેવાસી અરવિંદ મીણા જોડે 17 વર્ષ પહેલા અંજૂના લગ્ન થયા હતા. લગ્ન પછી બંનેના બે બાળકો છે. જેમાં દીકરી 13 વર્ષની અને દીકરો 5 વર્ષનો છે.

રાજસ્થાનના ભિવાડીમાં અંજૂના પતિ અરવિંદે જણાવ્યું કે તેની પત્ની ગુરુવારે જયપુર જવાની વાત કહીને ઘરેથી નીકળી હતી. પણ ત્યાર બાદ પરિવારને જાણકારી મળી કે તે પાકિસ્તાનમાં છે. અરવિંદે આશા વ્યક્ત કરી કે તે જલદી ઘરે પરત આવી જશે. પણ અંજૂએ બધાને ચોંકાવતા ઈસ્લામ કબૂલી લીધું છે અને નિકાહ પણ કરી લીધા છે.

