26th January selfie contest

...તો એ દિવસ દૂર નથી જ્યારે સમાજમાં લગ્નનો કોન્સેપ્ટ જ નહીં રહે, રાજનાથ ચિંતિત

PC: indiatoday.in

જાણતા-અજાણતા જ ભલે, લોકો પોતાના ઘર-પરિવારથી દૂર થતા જઈ રહ્યા છે. લોકો શહેરોમાં કમાવા ગયા, ત્યાં સારી રીતે સેટ થઈ ગયા બાદ ત્યાં જ રહેવા માંડ્યા. ક્યારેક જરૂરિયાત તો ક્યારેક મજબૂરીઓને પગલે વૃદ્ધ માતા-પિતા ગામમાં જ રહી ગયા. ભારતમાં સંયુક્ત પરિવારોની ઘટતી સંખ્યાથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ ખૂબ જ ચિંતિત છે. તેમણે શુક્રવારે એક કાર્યક્રમમાં પોતાની ચિંતા વ્યક્ત કરી. રાજનાથ સિંહે કહ્યું કે, હવે તો ન્યૂક્લિયર ફેમિલી પણ તૂટવા માંડ્યા છે. જો આ સ્પીડને અટકાવવામાં ના આવી તો એ દિવસ દૂર નથી જ્યારે સમાજમાં લગ્નનો કોન્સેપ્ટ જ સમાપ્ત થઈ જશે.

રક્ષા મંત્રીએ કહ્યું કે, ગ્લોબલાઇઝેશન બાદ જે પ્રકારે વર્ક કલ્ચર બદલાઇ રહ્યું છે, તેનાથી સમાજ પર જાણતા-અજાણતામાં નકારાત્મક પ્રભાવ એ પડ્યો છે કે લોકો પોતાના ઘર-પરિવારોથી દૂર થતા જઈ રહ્યા છે. રાજનાથ સિંહે કહ્યું, હું ક્યાંક એક લાઇન વાંચી રહ્યો હતો કે વૃક્ષ ગામમાં જ રહી જાય છે અને ફળ શહેર જાય છે... આ લાઇન આપણા વર્તમાન સમાજને ખૂબ જ બારીકાઇથી વ્યક્ત કરે છે.

રાજનાથ સિંહે કહ્યું કે, વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આવીને જોઇન્ટ ફેમિલીઝ ખંડિત થઈ અને સમાજમાં ન્યૂક્લિયર ફેમિલીઝનું ચલણ વધ્યું. કેટલાક લોકોએ તર્ક પણ આપ્યો કે જોઇન્ટ ફેમિલીઝમાં નવદંપતિને જરૂરી સ્પેસ નથી મળી શકતી. તેનો ઉપાય આવ્યો કે સમાજમાં ન્યૂક્લિયર ફેમિલીઝ બનવાની શરૂ થઈ. પરંતુ, સામાજિક બદલાવોની પોતાની એક ગતિ હોય છે... એક દિશા હોય છે જે શરૂ થયા બાદ એ જ તરફ આગળ વધતી રહે છે.

આ અંગે રાજનાથ સિંહે કહ્યું કે, ન્યૂક્લિયર ફેમિલીઝ સુધી તો બરાબર હતું પરંતુ અનેક એવા કારણ સમાજમાં ઉત્પન્ન થવા માંડ્યા જેને પગલે ન્યૂક્લિયર ફેમિલીઝ પણ તૂટી અને સબ-ન્યૂક્લિયર ફેમિલીઝ તરફ સમાજ આગળ વધ્યો. હવે જગ્યાએ-જગ્યાએ સિંગલ પેરેન્ટિંગ પણ જોવા મળવા માંડ્યુ છે. જો બદલાવની આ ગતિને રોકવામાં ના આવી તો એ દિવસ દૂર નથી જ્યારે સમાજમાં લગ્નની જ સંકલ્પના સમાપ્ત થઈ જશે અને લોકો સિંગલ હાઉસહોલ્ડના રૂપમાં દેખાવા માંડશે.

રાજનાથ સિંહે કહ્યું કે, આ પસંદની સ્વતંત્રતાનો મામલો પ્રતીત થઈ શકે છે પરંતુ, વાસ્તવમાં આ મનુષ્યને એકલતા તરફ ધકેલનારું એક મોટું સામાજિક સંકટ છે જેનાથી બચવાની આવશ્યકતા છે. ઘણા ચિકિત્સા અધ્યયન જણાવે છે કે, એકલતા વ્યક્તિની શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું મૂળ કારણ છે. આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે શું આપણે તથાકથિત આધુનિકતાના નામ પર પોતાની સામાજિક ભલાઈને નષ્ટ કરી રહ્યા છીએ.

સિંહે કહ્યું કે, લોકો કામની શોધમાં પોતાના મૂળ સ્થાનોથી શહેરી કેન્દ્રો અને અન્ય સ્થાનો પર જાય છે. પોતાના મૂળથી કપાયેલા, તેઓ એકલા અને અસુરક્ષિત અનુભવ કરે છે જે તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ નાંખે છે. રાજનાથ સિંહે આ વાતો શુક્રવારે રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન એકેડમીના 63માં સ્થાપના દિવસ પર વર્ચ્યુઅલી કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp