કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કલવીનું 80 વર્ષની વયે નિધન

PC: twitter.com

રાજસ્થાનની રાજધાની જયપુરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કલવીનું નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી SMS હૉસ્પિટલમાં દાખલ હતા. તેમનું સ્વાસ્થ્ય સારું નહોતું. તેમણે SMS હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. લોકેન્દ્ર સિંહ કલવી પહેલા બ્રેન સ્ટ્રોકનો શિકાર થયા હતા. આ કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. હવે અચાનક કાર્ડિયક અરેસ્ટ (હાર્ટ એટેક)ના કારણે ડૉક્ટર તેમને બચાવી ન શક્યા.

લોકેન્દ્ર સિંહ કલવીનો નાગૌર જિલ્લાના કલવી ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ લોકેન્દ્ર સિંહ કલવીનું હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર જૂન 2022 બાદ જ ચાલી રહી હતી. કરણી સેનાની સ્થાપના કરનારા લોકેન્દ્ર સિંહ કલવી ઘણા વર્ષોથી પોતાના સમાજના હિત અને માગણીઓને લઈને અગ્રેસર રહ્યા હતા. લોકેન્દ્ર સિંહ કલવી ઘણા મુદ્દાઓને લઈને મોટાભાગે ચર્ચામાં બન્યા રહેતા હતા.

ખાસ કરીને રાજપૂત સમાજની અસ્મિતાને લઈને તેઓ ખૂબ સજાગ અને અગ્રેસર રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, લોકેન્દ્ર સિંહ કલવીના પિતા કલ્યાણ સિંહ કલવી થોડા સમય માટે રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા હતા. લોકેન્દ્ર સિંહ કલવી સામાજિક મુદ્દાઓ સાથે રાજનીતિમાં પણ સક્રિય રહેતા હતા. તેમણે નગૌર લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ આ ચૂંટણીમાં તેમને હાર મળી હતી. વર્ષ 1998માં તેમણે ભાજપના ઉમેદવાર તરીકે બાડમેરથી ચૂંટણી લડી હતી, પરંતુ એ વખતે પણ તેમને હાર મળી હતી.

વર્ષ 2003માં કેટલાક અન્ય લોકો સાથે મળીને તેમણે એક સામાજિક મંચ બનાવ્યું હતું અને અગડી જાતિઓ માટે અનામત આપવાની માગને લઈને અભિયાન ચલાવ્યું હતું. લોકેન્દ્ર સિંહ કલવીને રાજનીતિ વારસામાં મળી હતી. તેમના પિતા કલ્યાણ સિંહ કલવી ચંદ્રશેખરની સરકારમાં મંત્રી રહ્યા હતા. કહેવામાં આવે છે કે, તેઓ ચંદ્રશેખરના ભરોસાપાત્ર લોકોમાંથી એક હતા. લોકેન્દ્ર સિંહ કલવીએ અજમેરની મેયે કૉલેજથી અભ્યાસ કર્યો હતો. મેયો કૉલેજ પૂર્વ રાજપરિવારો માટે અભ્યાસ માટે પસંદગીની રહી છે.

શું છે કરણી સેના?

શ્રી રાજપૂત કરણી સેના (SRKS) એક રાજપૂત જાતિનું સંગઠન છે. તેની સ્થાપના વર્ષ 2006માં લોકેન્દ્ર સિંહ કલવીએ કરી હતી. તેનું મુખ્યાલય જયપુરમાં છે. આ સંગઠન જયપુર સિવાય નાગૌર અને સિકર જિલ્લામાં પણ સક્રિય છે. લોકેન્દ્ર સિંહે આ સંગઠનને ભાજપ વિરોધી નેતા દેવી સિંહ ભાટી સાથે મળીને તૈયાર કર્યું હતું. કરણી સેનાએ વર્ષ 2008માં આશુતોષ ગોવારીકરની ફિલ્મ જોધા અકબર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. વિરુદ્ધના કારણે આ ફિલ્મ રાજસ્થાનમાં રીલિઝ થઈ શકી નહોતી. વર્ષ 2018માં બોલિવુડ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીના સેટ પર કથિત રૂપે દીપિકા પાદુકોણ દ્વારા નિભાવવામાં આવેલી રાણી પદ્મિનીની ભૂમિકા માટે મારામારી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp